ConstructionConstruction EquipmentInfrastructureNEWSPRODUCTS

નવી દિલ્હીમાં આજથી 4 દિવસીય કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનો એક્સપો શરુ, કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કર્યુ ઉદ્દઘાટન.

4-day construction equipment expo has started in New Delhi from today, Union Minister Nitin Gadkari inaugurated it.

રાજધાની નવી દિલ્હીના ગ્રેટર નોઈડા ખાતે કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ માટેનો વિશ્વનો ત્રીજા ક્રમાંકનો ચાર દિવસીય “Bauma Conexpo India 2023”ને કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ ખુલ્લો મૂક્યો છે. આ પ્રસંગે ગડકરીએ જણાવ્યું હતું કે, ભાજપા સરકાર વિકાસ માટે મૈત્રીપૂર્ણ કામ કરી રહી છે. તેમજ અમારી સરકાર પારદર્શિતા સાથે કોઈ પણ ભ્રષ્ટાચાર વગર વિકાસના કામો કરી રહી છે.

આ એક્સપો 31જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં ભારત સહિત દેશની વિવિધ કન્સ્ટ્રક્શન મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ પોતાની પ્રોડક્ટને પ્રદર્શન કરી છે. એક્સપોના ઉદ્દઘાટન પ્રસંગે ઓલ ઈન્ડિયા બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ નિમેશ પટેલ સહિત એક્સપોના આયોજકો સહિત મોટીસંખ્યામાં રોડ કોન્ટ્રક્ટર્સ, બિલ્ડર્સ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના બિઝનેસમેનો હાજર રહ્યા હતા.

વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત દેશ કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટમાં ત્રીજા ક્રમાંકે છે, જે આવનારા દિવસોમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવે તે માટે ભારતીય કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ મહેનત કરીને ભારતને પ્રથમ ક્રમાંકે બનાવવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતીય કંપનીઓએ વિદેશી કન્સ્ટ્રક્શન કંપનીઓ સાથે ટાઈ-અપ કરીને વિદેશી કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીને ભારતમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના ડ્રાઈવરો સહિત ટ્રક ડ્રાઈવરોને તાલીમબદ્ધ કરવા જોઈએ, તે માટે દરેક કંપનીઓએ તાલીક કેન્દ્ર બનાવવા જોઈએ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના અભિયાન પર ભાર મૂકતા ગડકરીએ જણાવ્યું હતું કે, રોડ નિર્માણમાં વપરાતો ડામર, ટીએમટી બાર અને ડીવાઈડર સહિતના અનેક જગ્યાએ ફાયબરનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ વેના નિર્માણમાં, જે ડામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે વેસ્ટમાંથી બનાવવામાં આવ્યો છે.

પ્રિ-કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં વિપુલ તકો રહી છે, તે માટે ભારતમાં જે કંપનીઓ કામ કરી રહી છે, તેના માટે અમારી સરકાર સહાય કરવા તૈયાર છે તેવું ગડકરીએ જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં ગુણવત્તા સાથે ઓછી કોસ્ટ કેવી રીતે કરી શકાય તે માટે ઈનોવેશન આઈડિયાનો અમલ કરવો જોઈએ.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close