GovernmentInfrastructureNEWSPROJECTS

સ્માર્ટ, ઝડપી હાઈવે મુસાફરી તરફ મહત્વનું પગલું, ગુજરાતમાં 24 વધુ ટોલ-પ્લાઝા બનશે બેરિયર-ફ્રી

કેન્દ્ર સરકારના રોડ પરિવહન અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય અંતર્ગત દેશભરના રાજ્યોમાં મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનચાલકો પડતી મુશ્કેલીને દૂર કરવાના ઉમદા હેતુસર, કેન્દ્ર સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે. જેના ભાગરુપે, ગુજરાત રાજ્યમાં હાઈવે મુસાફરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 24 વધુ ટોલ પ્લાઝા હવે બેરિયર-ફ્રી (Barrier-Free) બનાવવામાં આવશે. આ કામગીરી National Highways Authority of India (NHAI) હેઠળ કાર્યરત Indian Highways Management Company Limited (IHMCL) દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ શું છે?

બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમ, જેને Multi-Lane Free Flow (MLFF) તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પરંપરાગત ટોલ બૂથ અને બેરિયર દૂર કરવામાં આવે છે. વાહનોને રોકાવાની જરૂર રહેતી નથી અને ટોલ ફી આપમેળે કપાઈ જાય છે.

બેરિયર ફ્રી ટોલ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી

  • FASTag આધારિત ઓટોમેટિક પેમેન્ટ
  • ANPR (Automatic Number Plate Recognition) કેમેરા
  • ઓવરહેડ ગેન્ટ્રી સિસ્ટમ

ગુજરાતમાં ક્યાં લાગુ થશે?

ગુજરાતમાં હાલ 24  ટોલ પ્લાઝાને ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ બંડલમાં વહેંચવામાં આવ્યા છે.

બંડલ GJ-01 (8 ટોલ પ્લાઝા)

અમદાવાદ–મુંબઈ હાઈવે (NH-48), દ્વારકા–ભાવનગર હાઈવે (NH-51)  અને પિપળી–ભાવનગર હાઈવે

બંડલ GJ-02 (5 ટોલ પ્લાઝા)

અમદાવાદ–ગોધરા હાઈવે, અમદાવાદ–ઉદયપુર માર્ગ અને સુરત–વાપી કોરિડોર

બંડલ GJ-03 (11 ટોલ પ્લાઝા)

કચ્છ વિસ્તાર, સૌરાષ્ટ્ર વિસ્તાર અને રાજકોટ, પોરબંદર, દ્વારકા અને ભુજ જેવા મુખ્ય માર્ગો

આ સિસ્ટમના થનારા ફાયદાઓ

રોકાણ વગર મુસાફરી : ટોલ પ્લાઝા પર હવે વાહનોને ઉભા રહેવાની જરૂર નહીં રહે.

સમય બચત : મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.

ઈંધણ બચત: વાહનો રોકાતા નહીં હોવાથી ઈંધણનો ઓછો વપરાશ થશે.

ડિજિટલ અને પારદર્શક સિસ્ટમ : ટોલ વસૂલાત સંપૂર્ણપણે ઓટોમેટિક અને પારદર્શક રહેશે.

વધુ કડક નિયંત્રણ: ટોલ ન ચૂકવનાર વાહનોને ઇ-નોટિસ મોકલવામાં આવશે.

અમલીકરણ સમયગાળો : આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કરાર થયા પછી આશરે 6 મહિનામાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે અને તેનો સંચાલન 5 વર્ષ સુધી કરવામાં આવશે.

દેશવ્યાપી દ્રષ્ટિકોણનો ભાગ : ભારત સરકારનો હેતુ 2026 સુધી સમગ્ર દેશમાં હાઈવે ટોલ સિસ્ટમને બેરિયર-ફ્રી બનાવવાનો છે. ગુજરાતમાં આ પહેલ એ દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close