BusinessCommercialConstructionDevelopersNEWSPROJECTS

NRI ભારતના મોટા શહેરોમાં ખરીદી રહ્યા છે મોટા પાયે પ્રોપર્ટી

NRIs are buying large scale properties in major cities of India

બિન નિવાસી ભારતીયો એટલે કે NRIsને ભારતના રિયલ એસ્ટેટ સેક્ટર (Indian Real Estate Market)માં અચાનક વધારે રસ પડી રહ્યો છે અને તેમણે મકાન કે કોમર્શિયલ સ્પેસની ખરીદી વધારી દીધી છે. રિયલ્ટીમાં NRIના નવા રસ માટે બે-ત્રણ કારણો જવાબદાર છે. એક તરફ ડોલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે (Rupee Depreciation) જેના કારણે તેઓ ઓછા ડોલર ખર્ચીને વધારે સારી પ્રોપર્ટી મેળવી શકે છે. આ ઉપરાંત વિશ્વભરમાં વ્યાજના દર પણ હવે ધીમે ધીમે વધી રહ્યા હોવાથી NRI માટે ભારતના રિયલ એસ્ટેટમાં વધારે તક છે.

જાણકારોના કહેવા પ્રમાણે મિડ-ઇન્કમ પ્રોજેક્ટથી લઈને પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં NRI દ્વારા ખરીદીમાં વધારો થયો છે. 2022માં અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યૂમાં 5.2 ટકા જેટલો ઘટાડો થયો છે.

હીરાનંદાણી ગ્રૂપ (Hiranandani Group)ના મેનેજિંગ ડિરેક્ટર અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની બોડી NAREDCOના વાઈસ ચેરમેન નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ઈકોનોમિક સ્થિતિ એવી છે કે તેણે એક ચેલેન્જ પેદા કરી છે. આવામાં ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ (Real Estate Industry) ગ્રોથની તક આપે છે. આ ઉપરાંત વેલ્થનું સર્જન કરવા માટે ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ NRI વર્ગ માટે ફાયદાકારક છે.

હાલમાં ગ્લોબલ બજારમાં કરન્સીની સ્થિતિ એવી છે જેના કારણે NRI લોકો ઓછા ડોલરમાં વધારે ચોરસ ફૂટ જગ્યા ખરીદી શકે છે. કેપિટલ વેલ્યૂના વધારા અને ભાડાની આવકમાં પણ ભારતીય રિયલ્ટી ઉદ્યોગ વધુ ફાયદાકારક છે. જે ડેવલપર્સ મકાનને ડિલિવર કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે તેમના માટે પુષ્કળ ઇન્કવાયરી આવી રહી છે.

કે રાહેજા કોર્પ હોમ્સના ચીફ એક્ઝિક્યુટિવ રમેશ રંગનાથને જણાવ્યું કે, રૂપિયાના ઘસારાના કારણે એનઆરઆઈને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણની તક મળી છે. તેની સાથે સાથે મિડલ ઇસ્ટમાંથી ઇન્કવાયરીની સંખ્યામાં વધારો થયો છે. ભારતીયોની વસતી મોટા પ્રમાણમાં હોય તેવા મિડલ ઈસ્ટના દેશો યુએઈ અને સાઉદી અરેબિયાએ પણ પોતાના ચલણને ડોલરની સામે એડજસ્ટ કર્યા છે. તેથી આ દેશોના ચલણ પણ રૂપિયાની સરખામણીમાં મોંઘા પડે છે.

કઈ જગ્યાએ રિયલ્ટીની વધુ માંગ છે?
મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગલુરુ અને પૂણે જેવા મેટ્રોપોલિટન શહેરોમાં, સમગ્ર ભારતમાં હિલ સ્ટેશનો અને બીચ પર આવેલા શહેરોમાં રિયલ એસ્ટેટની ડિમાન્ડમાં વધારો થયો છે. માત્ર વિદેશી ગ્રાહકો જ નહીં, પરંતુ સ્થાનિક ગ્રાહકો પણ આવી જ પ્રોપર્ટી પસંદ કરે છે.

લક્ઝરી હોલિડે હોમ ડેવલપર Isprava Groupના સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ધિમન શાહે જણાવ્યું કે ગલ્ફમાંથી એનઆરઆઈ દ્વારા પૂછપરછમાં વધારો થયો છે. અમારા માટે તે પહેલાથી મજબૂત માર્કેટ છે. આ ઉપરાંત સિંગાપોર અને હોંગ કોંગથી પણ ક્વેરી વધી છે. આ વર્ષમાં અમારો લગભગ 30 ટકા બિઝનેસ એનઆરઆઈ દ્વારા મળ્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.

Show More

Related Articles

Back to top button
Close