વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ-ટુરીઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
State Government decides to make Vadnagar a Landmark Heritage-Tourism Destination
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગર ના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડમાર્ક હેરિટેજ ટુરીઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકાર નિર્ધાર વ્યક્ત કર્યો છે.
‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્યમંત્રી એ મંદિરથી પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ ના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના સહયોગથી આયોજિત ‘વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’નો મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી પ્રારંભ કરાવ્યો હતો.
તા. 18 થી 20 ત્રણ દિવસ દરમિયાન આ કોન્ફરન્સ યોજાશે
વર્લ્ડ મ્યુઝિયમ-ડે, તા.18 થી 20 મે ત્રણ દિવસ દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સના પ્રારંભ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, રાજ્ય સરકારના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના મંત્રી હર્ષ સંઘવી, ભૂટાન, ભારત, માલદીવ્સ અને શ્રીલંકાના ડાયરેક્ટર અને યુનેસ્કોના પ્રતિનિધિ એરિક ફાલ્ટ તેમજ વિશ્વના 6 રાષ્ટ્રોના અને દેશના વિવિધ રાજ્યોના પુરાતત્વ વિદો ઇતિહાસવિદો જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ઇતિહાસ તથા પુરાતત્વ રસિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બહુઆયામી આયોજન આ ત્રિ-દિવસીય કોન્ફરન્સથી સાકાર થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે યુનેસ્કો, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સહભાગીતા તથા ભારત સરકાર અને દેશની ખ્યાતનામ યુનિવર્સિટીના સહયોગથી રાજ્યના પુરાતત્વીય ભવ્ય વારસા અને સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની તત્પરતા દર્શાવી હતી વડનગર એ ત્રીજી અને ચોથી સદી થી સતત માનવ વસાહતો ને સમાવતું સૌથી પ્રાચીન કિલ્લેબંધી વાળા નગરોમાંનું એક છે.
વડનગર પોતે જ એક પુરાતત્વીય ખજાનો છે 7થી વધુ રાજવંશો માટે જાણીતું આ નગર તેના વારસા અને સંસ્કૃતિ ની કથાઓ, વિવિધ સ્મારકો, રચનાઓ, અને કલાકૃતિઓ ના માધ્યમથી પુરાતત્વીય અને ઐતિહાસિક વિરાસત ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવે છે. વડનગરના આ ભવ્ય ભૂતકાળ, મહત્વપૂર્ણ પુરાતત્વીય અને ઐતિહાસિક વારસાના સ્થળોને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું બહુઆયામી આયોજન આ ત્રિ-દિવસીય કોન્ફરન્સથી સાકાર થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments