ArchitectsCivil EngineersGovernmentGovtHousingInfrastructureNEWS

સિદ્ધપુરના દાઉદી વ્હોરા સમાજના જૂના ઘરોની આર્કિટેક્ચરી, દુનિયાને માટે આકર્ષણનું કેન્દ્ર

Architecture of old houses of Daudi Vhora community of Siddhpur, center of attraction for the world

સિદ્ધપુર શહેરમાં વર્ષો પહેલાં દાઉદી વ્હોરા સમુદાય સ્થાયી થયો હતો અને તે સમુદાયે અહીંયાં જે ઘણીબધી વસ્તુઓની અમીટ છાપ છોડી છે. આ સમગ્ર સમુદાય 19મી સદીના અંતથી અને 20મી સદીની શરૂઆતમાં સિદ્ધપુર નગરના એક ભાગમાં સ્થાયી થયો હતો.સિદ્ધપુર સરસ્વતી નદીના ડાબા કાંઠે આવેલું એક અનોખું શહેર છે, તે ભગવાન શિવના ભક્તો માટે પણ એક પવિત્ર સ્થળ છે, કારણ કે તે રુદ્ર મહાલય તરીકે ઓળખાતું ભવ્ય મંદિર પણ ધરાવે છે.

આ અદ્દભુદ અને દુનિયાની દ્રષ્ટિથી અદ્રશ્ય નગરની વચ્ચે એક વિશાળ માર્ગ પણ છે જેમાં સૌથી વધુ અલૌકિક અને ઉત્કૃષ્ટ હવેલીઓ આવેલી છે જે ભારતની લાક્ષણિક સ્થાપત્ય શૈલીઓથી એકદમ અલગ છે. આ ‘હવેલીઓ’ ગુજરાતના શિયા મુસ્લિમ વેપારી દાઉદી વ્હોરા સમુદાયની છે. આથી આ હવેલીઓને ‘વ્હોરવાડ’ તરીકે ઓળખાવામાં આવતી હતી અને આવે છે. અન્ય મુસ્લિમ સમુદાયોની સરખામણીમાં વ્હોરા મહિલાઓ રંગીન બુરખા(રીદા) પહેરે છે અને આ જ વસ્તુ વ્હોરા સમુદાયના ઘરોમાં અને તેમના વર્તનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

વિક્ટોરિયન, યુરોપિયન, ઈસ્લામિક અને ભારતીય સ્થાપત્યનો ભવ્ય મેળાવડો
વિક્ટોરિયન આર્કિટેક્ચરનો મજબૂત પ્રભાવ હૂડેડ ફેનેસ્ટ્રેશન, બારીઓ અને વિસ્તૃત પિલાસ્ટર્સમાં સ્પષ્ટ છે. ટ્રેફોઇલ કમાનો વ્યાપકપણે ઉપયોગમાં લેવાયા છે અને તે સ્ટેઇન્ડ ગ્લાસથી પ્રકાશિત થઇ ઉઠે છે. સુંદર રીતે કોતરવામાં આવેલા દરવાજા અને બાલ્કનીઓ રહેઠાણોની પર અમીપ છાપ છોડે છે. જાળી અને અગ્રભાગ પર ઝીણવટપૂર્વક શિલ્પ દ્વારા બનાવેલા મોલ્ડિંગ્સ સહેલાઈથી ઈમારતના આકર્ષણમાં વધારો કરે છે.

દાઉદી વ્હોરા સમુદાયના લોકો વેપારી હતા અને અવારનવાર વિદેશ પ્રવાસ કરતા હતા. તેઓ તેમની મુસાફરીથી ખૂબ જ પ્રેરિત થઈને આ ઘરો બાંધવા તરફ દોરાયા જે વિક્ટોરિયન, યુરોપિયન, ઈસ્લામિક અને ભારતીય સ્થાપત્યનો ભવ્ય મેળાવડો છે. નિર્વિવાદપણે, તેઓનો સમુદાય ખૂબ જ શ્રીમંત સમુદાય છે અને હાલમાં તેઓ આ શહેરની બહાર મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ,કોઈમબટુર,પુના જેવા સમૃદ્ધ શહેરોમાં સ્થાયી થયા છે અથવા તો યુરોપ અને પૂર્વ આફ્રિકા જેવા વિદેશોમાં પણ. આ કારણે જ આ બધી ભવ્ય ‘હવેલી’ આજે ખાલી ઉભી છે, અને મુલાકાતીઓને વ્યવહારીક રીતે ત્યજી દેવાયેલી લાગે છે.

જ્યારે કેટલાક પરિવારો વર્ષમાં એકવાર આ પૈતૃક ઘરોની મુલાકાત લે છે, તો કેટલાકે સંભાળ રાખનારાઓની નિમણૂક કરી છે જેઓ ઘરની જાળવણી કરે છે અને વારંવાર તપાસ કરે છે. જો કે વોરાવાડાનું નિર્માણ લગભગ 200 વર્ષ પહેલા થયું હતું પરંતુ આજે તે નિર્જન છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close