GovernmentInfrastructureNEWS

પાલડીના જલારામ મંદિર અંડરપાસનું 50 ટકા કામ પૂરું થઈ ગયું, હવે ડિઝાઈન બદલવા નેતાઓની માગણી.

જલારામ મંદિર પાસેના અંડરબ્રિજનું ગુજરાત મેટ્રોએ ફેબ્રુઆરી 2020 બાદ કામ શરૂ કર્યું હતું. 20 મહિનાથી અંડરબ્રિજનું મંજૂર થયેલી ડિઝાઈન પ્રમાણે કામ ચાલી રહ્યું હતું અને હાલ અંડરબ્રિજનું 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓએ અંડરબ્રિજની ડિઝાઈન બદલવા સરકાર પર દબાણ કર્યું છે. હવે ડિઝાઈન બદલાય તો મ્યુનિ. ઉપર 50 કરોડથી વધુનું ભારણ આવે છે.

અંડરબ્રિજની અંદાજિત કોસ્ટ 45 કરોડ હતી. કુલ કોસ્ટના 21 કરોડ કોર્પોરેશને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મેળવી ગુજરાત મેટ્રોને ચૂકવવાના હતા જ્યારે 21 કરોડ ગુજરાત મેટ્રો ભોગવશે અને ત્રણ કરોડ રેલવે આપશે. ફેબ્રુઆરી 2020માં અંડરબ્રિજનું કામ શરૂ થયું તે પહેલા જ મ્યુનિ. એ ગુજરાત મેટ્રોને ત્રણ કરોડ ચૂકવી દીધા હતા.

એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે મુખ્યમંત્રીને પત્ર લખી અંડરબ્રિજની ડિઝાઈન બદલવા ફરી ભલામણ કરી હતી. અંડરબ્રિજની ડિઝાઈન બદલવાના કારણે કોસ્ટ વધતી હોવાથી મુખ્યમંત્રીએ ગ્રાન્ટ મંજૂર કરવા અનિચ્છા દર્શાવી હતી.

ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું કે, અંડરબ્રિજની ડિઝાઈન બદલવા માટે મ્યુનિ. કમિશનરને 2016માં પ્રપોઝલ આપી હતી, પણ તેમણે ધ્યાને લીધી ન હતી. નવી ડિઝાઈનમાં વાહનચાલકોને પ્રીતમનગર અખાડાથી સુવિધા સેન્ટર સુધી ટ્રાફિક વગરનો રસ્તો મળી શકશે. આ પ્રપોઝલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આપી હતી.

નવી ડિઝાઈનમાં બ્રિજની કોસ્ટ 150 કરોડ થાય

  • મૂળ ડિઝાઈન પ્રમાણે જલારામ મંદિર રેલવે અંડરબ્રિજની લંબાઈ આશરે 402 મીટર છે જ્યારે નવી ડિઝાઈન પ્રમાણે તેની લંબાઈ 175 મીટર વધી જાય છે.
  • જૂની ડિઝાઈન પ્રમાણે અંડરબ્રિજની 45 કરોડ કોસ્ટ અંદાજવામાં આવી હતી.
  • જો હવે ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવે તો તેની કિંમત વધીને સીધા 150 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે અને આ હિસાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શેરિંગ 70 કરોડ સુધી વધી શકે છે. સાથે સાથે સમયમર્યાદા પણ વધી જશે.

ભાજપના 7 હોદ્દેદાર રોજ ગાંધીનગર આંટા મારે છે.
જલારામ મંદિર તરફના રેલવે ક્રોસિંગથી 200 મીટર દૂર અંડરબ્રિજ પૂરો થાય છે તેને લંબાવી કચ્છી ભવન નજીક પૂરો કરવા દબાણ થઈ રહ્યું છે તેની પાછળ ભવિષ્યમાં આ જગ્યા ઉપર સ્કીમ મૂકવાનું આયોજન હોવાની ચર્ચા છે. જો અંડરબ્રિજની લંબાઈમાં વધારો થાય તો નવી સ્કીમના ફ્લેટોની કિંમત વધી શકે. શહેરના 7 હોદ્દેદારો ડિઝાઈન બદલાય તે માટે રોજ ગાંધીનગર આંટા મારે છે. આ બાબતે રાકેશ શાહે કહ્યું કે, પ્રજાહિતમાં ડિઝાઈન બદલવા પ્રપોઝલ મૂકી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

4 Comments

  1. Pingback: brians club
  2. Pingback: superkaya88
  3. Pingback: More Info
Back to top button
Close