સુપ્રીમ કોર્ટે મોરેટોરિયમનો સમય વધારવાથી ઈન્કાર કર્યો, કહ્યું- સંપૂર્ણ રીતે વ્યાજને માફ કરવું શકય નથી
લોન મોરેટોરિયમ કેસમાં સુપ્રીમ કોર્ટે બેન્કોને વધુ અને ગ્રાહકોને બીજી થોડી રાહત આપી છે. કોર્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટથી વધુ ન વધારી શકાય, આ સિવાય મોરેટોરિયમ સમય દરમિયાન વ્યાજ પર વ્યાજ પણ આપવામાં આવશે નહિ. કોર્ટે કહ્યું કે જો કોઈ બેન્કે વ્યાજ પર વ્યાજ વસુલ્યુ છે તો તે પરત આપવું પડશે.
કોર્ટે કહ્યું કે સરકારને આર્થિક નિર્ણય લેવાનો અધિકાર છે. કારણ કે મહામારીના કારણે સરકારને પણ ભારે આર્થિક નુકસાન છે. અમે સરકારને પોલીસી પર નિર્દેશ ન આપી શકીએ. રિઝર્વ બેન્ક ઝડપથી આ અંગે રાહતની જાહેરાત કરશે. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
વ્યાજ પર વ્યાજને લઈને વિવાદ
2020માં માર્ચ-ઓગસ્ટ દરમિયાન મોરેટોરિયમ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો, જોકે તેમની ફરિયાદ હતી કે હવે બેન્ક બાકીની રકમ પર વ્યાજની ઉપર વ્યાજ લગાવી રહી છે. અહીંથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલામાં સવાલ પુછ્યો હતો કે સ્થગિત EMI પર શાં માટે વધારે વ્યાજ લેવામાં આવી રહ્યું છે, સરકારે તેના જવાબમાં કહ્યું કે 2 કરોડ રૂપિયા સુધીની લોનના બાકી રહેલા હપ્તા માટે વ્યાજ પર વ્યાજ લગાવવામાં આવશે નહિ.
સરકારના આ પ્રસ્તાવમાં 2 કરોડ રૂપિયા સુધીની MSME લોન, એજ્યુકેશન લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડના હપ્તા, કાર-ટુ-વ્હીલર લોન અને પર્સનલ લોન સામેલ છે. તેનો સંપૂર્ણ ભાર સરકાર પર આવશે, તેનો સંપૂર્ણ ભાર સરકારની ઉપર આવશે, તેના માટ સરકારે લગભાગ 6 હજારથી 7 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
મોરેટોરિયમ અંતર્ગત લેન્ડર્સને મળ્યો 6 મહિનાનો સમય, જોકે તે શું છે?
ચાલો પહેલા જાણીએ કે લોન મોરેટોરિયમ શું છે? મોરેટોરિયમનો અર્થ છે જો તમે કોઈ વસ્તુની ચુકવણી કરી રહ્યાં છો તો તેને એક નિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવશે. ઉદહરણ તરીકે સમજો કે તમે કોઈ લોન લીધી છે તો તેના EMIને કેટલાક મહીનાઓ માટે રોકી શકો છે. જોકે તેનો અર્થ એવો નથી કે તમારા EMIને માફ કરવામાં આવ્યા છે.
ત્રણ મહિના માટે હતો મોરેટોરિયમ, પછીથી 6 મહિના કરવામાં આવ્યો
લોનની ચુકવણી પર રાહત આપ્યા પછી RBIએ બેન્કોને કહ્યું કે તે લોનનું વન ટાઈમ રિસ્ટ્રકચરિંગ કરે અને તેને NPA ન જાહેર કરે. આ અંતર્ગત તેમણે કંપનીઓ અને લેન્ડર્સને સામેલ કરવામાં આવે, જે 1 માર્ચ 2020થી 30થી વધુ દિવસ સુધી ડિફોલ્ટ થયા નથી. કોર્પોરેટ લેન્ડર્સ માટે બેન્ક 31 ડિસેમ્બર 2020 સુધી રિઝોલ્યુશન પ્લાન લાવે અને 30 જૂન 2021 સુધી લાગુ કરે. 22 મેના રોજ RBIએ તેની MPCની બેઠકમાં કહ્યું હતું કે લોન મોરેટોરિયમને 3 મહિના માટે વધારવામાં આવી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
4 Comments