Big StoryCivil EngineeringCivil TechnologyNEWS

સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગોના નિર્માંણ માટે ગુજરાત સક્ષમ- ડૉ. વી.એમ. પટેલ, સિવિલ એન્જિનીયર એન્ડ સ્ટ્રક્ચલ

અમદાવાદમાં 70માળનાં બિલ્ડિંગો નિર્માંણ પામવા જઈ રહ્યાં છે. ત્યારે, રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રના બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, આવા બિલ્ડિંગોના પાયા કેવી રીતે નિર્માંણ કરવા જોઈએ અને તેમાં શું ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય. તે અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, સ્ટ્ર્કચરલ એન્જીનીયરીંગના નિષ્ણાંત અને સિવિલ એન્જીનીયર એવા અદાણી એન્જીનીયરીંગ કોલેજના પિન્સિપાલ ડૉ. વિક્રમ પટેલ સાથે ટેલીફોનિક વાત કરી હતી. જેના મહત્વનાં અંશો અહીં રજૂ કરવામાં આવી રહ્યા છે.


ડૉ. વિક્રમ પટેલ જણાવે છેકે, અમદાવાદ શહેરના નકશા મુજબ, સાબરમતી નદી કિનારે વસેલું અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ ભાગમાં વિભાજિત છે. આ રીતે આખા અમદાવાદમાં 1 થી 2 હર્ડ ફ્રિકવેન્સી ઝોન (Hz. frequency Zone) આવેલ છે જેથી, પાંચથી દસ માળના બિલ્ડિંગોમાં રેઝોનન્સ ફ્રિકવેન્સી (resonance frequency) ની શક્યતા રહે છે. પરંતુ, તેનાથી વધારે માળના બિલ્ડિંગોને ખાસ અસર થતી નથી. એટલે, જ્યારે આપણે 40 કે 70 માળનાં સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગો નિર્માંણ કરવાની વાત કરીએ છીએ ત્યારે, આજની ઉપલબ્ધ કંસ્ટ્રક્શન ટેક્નોલોજી આધુનિક છે જેથી, આપણે રીયલ એસ્ટેટ સેક્ટર અને લોકોને વિશ્વાસ આપી શકીએ કે, ગુજરાત આ પ્રકારના બિલ્ડિંગોના નિર્માંણ માટે સક્ષમ છે.


2001ના ભૂકંપ બાદ,ગુજરાતની બિલ્ડિંગ ડીઝાઈન લોબી ખૂબ જ સક્રિય અને આધુનિક બની છે. જેથી આપણને એવી કોઈ જ શંકા નથી કે, આપણે, 70 માળનાં ગગનચૂંબી બિલ્ડિંગો ન બનાવી શકીએ. પરંતુ, જ્યારે આપણે આટલી ઊંચાઈ ધરાવતાં બિલ્ડિંગોને નિર્માંણ કરવાનાં હોઈએ ત્યારે, આપણે શેઅર વોલ (shear wall), ટ્યૂબ ઈન ટ્યૂબ(Tube-in- Tube)અથવા બટરેસ કોર (buttress core) બનાવવાની જોગવાઈ કરવી પડે. જોકે, આવા બિલ્ડિંગોને વાસ્તવિક રુપમાં નિર્માંણ કરવાનું શરુઆત થશે ત્યારે, સરકાર આવી જોગવાઈ અનિવાર્યપણે કરશે.

સૌથી અગત્યની વસ્તુ છેકે, સરકાર જ્યારે, 5.4(FSI) આપવા જઈ રહી છે ત્યારે તેના પેરિફેરીયલ રોડ(peripheral roads) પર ટ્રાફિક જામ ન થાય તે માટે વધારે પહોળાઈ અને વન ડાયરેક્શનલ(one directional) ધરાવતા રોડ ડીઝાઈન કરવા પડશે.જેથી, પીકટાઈમમાં પણ ટ્રાફિક જામ થાય નહી.


ઘણા લોકોનું એવું માનવું છેકે, સાબરમતી નદીના પટ પર હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માંણ કરવી જોખમકારક છે તે વાત તદ્દન ખોટી છે. કારણ કે, એક અભ્સાસ મુજબ, સાબરમતી નદીના પટ અને તેની આસપાસ 300 મીટર સુધી લેન્ડ સ્ટેટા સેન્ડી છે અને જેના કારણે હાઈરાઈઝ બિલ્ડિંગો માટે ભય છે. પરંતુ, આ સેન્ડી લેઅયરમાં 5 થી 10 માળના બિલ્ડિંગોને વધારે અસર કરે છે. જોકે, લિક્વિફેક્શન(liquefaction)ની શક્યતા રહેલી છે. પરંતુ, જો આજની અત્યાધુનિક કંસ્ટ્રક્શન ટેક્નોલોજીમાં આપણે આવી સમસ્યાને સરળતા દૂર કરીને, ટેકનિકનો ઉપયોગ કરીને,સલામત બિલ્ડિંગો નિર્માંણ કરવા સક્ષમ છીએ.


અમદાવાદ શહેરમાં સેન્ડી સ્ટેટા આવેલા છે પરંતુ, સમગ્ર અમદાવાદમાં સેન્ડી સ્ટેટા આવેલા છે તે કહેવું અગરુ છે. ઘણીવાર કોઈ વિસ્તારમાં અને કોઈ વિસ્તારમાં ન પણ હોય. પરંતુ,સાબરમતી નદી અને તેની આસપાસ 300 મીટરના અંતરે સેન્ડી સ્ટેટા આવેલા છે. તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં પણ સેન્ડી સ્ટેટા હશે.


ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close