Guest AuthorNEWSOPINIONS

વિશ્વસ્તરીય સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગો સાથે, તુલના કરવાની એક ઉત્તમ તક – અમિત પટેલ, અરાઈઝ ગ્રુપ

opinion over skyscraper buildings in Gujarat

અમદાવાદમાં 70 માળની બિલ્ડિંગો નિર્માંણ પામવા જઈ રહી છે ત્યારે, ગોતા અને સોલા વિસ્તારમાં રેસિડેન્શિયલ સેગમેન્ટ નામના ધરાવતા અરાઈઝ ગ્રુપના ડાયરેક્ટર અમિત પટેલ જણાવે છેકે, ગુજરાત સરકારે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગો નિર્માંણ કરવાની જાહેરાત કરી છે, જે દેશ અને વિશ્વમાં આવેલા મેટ્રોસીટીમાં સ્થાપિત સ્કાયસ્કેપર્સ બિલ્ડિંગો સાથે તુલના કરવાની એક ઉત્તમ તક આપી છે. જેથી, અમે આ તક લેવા માટે આતુર છીએ અને જ્યારે પણ અમને આ પ્રકારનો પ્રોજેક્ટ નિર્માંણ કરવાની તક મળશે ત્યારે અમે ઉત્સાહભેર લઈશું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા બિલ્ડિંગો નિર્માંણ પામવાથી રાજ્યમાં વર્ટીકલ ડેવલપમેન્ટ અને જમીનની બચત થશે. સાથે સાથે રીયલ એસ્ટેટ માર્કેટને વેગ મળશે.

જોકે, હાલ અમદાવાદ,ગાંધીનગર, સુરત અને વડોદરા શહેરના લોકો અને ડેવલપર્સ, આ પ્રકારના બિલ્ડિંગો નિર્માણ કરવા માટે ટેવાયેલા નથી.જેથી,શરુઆતમાં આવા બિલ્ડિંગો નિર્માંણ કરવામાં સમય લાગશે અને કેટલીક સમસ્યા પણ પડશે. પરંતુ, જેમ જેમ ડેવલપર્સમાં આવી બિલ્ડિંગો અંગે માહિતી અને માર્ગદર્શન મળતું રહેશે, તેમ તેમ સૌ કોઈ આવા બિલ્ડિંગો નિર્માંણ કરવા અને તેમાં રહેવા લોકો તૈયાર થશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close