ઐતિહાસિક નગર પાટણની રાણકી વાવ, લોકલથી ગ્લોબલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં આવેલી વર્લ્ડ હેરીટેજ રાણકી વાવ સરસ્વતી નદી કિનારે સ્થાપિત છે. રાણકી વાવના ઈતિહાસ પર નજર કરીએ તો, ગુજરાતના મધ્યકાલીન ઈતિહાસમાં સોલંકી યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી યુગ ઈ.સ. પૂર્વે 1022 થી 1063 એટલે કે, 41 વર્ષ સુધી સોલંકી સમ્રાટ ભીમદેવ પહેલાએ પાટણની ગાદી પર રાજ કર્યુ. 11મી સદીમાં અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મુળરાજના પુત્ર ભીમદેવ પહેલાના અવસાન બાદ, તેમનાં મહારાણી ઉદયમતીએ પોતાના પતિની પવિત્ર સ્મૃતિમાં તેમજ પતિની આત્માના શ્રેવાર્થ તમામ તીર્થના સંગમ જેવી વિશ્વમાં અજોડ અને સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારુપ રાણકી વાવ બંધાવી હતી. રાણકી વાવનું બાંધકામ અને તેના ઐતિહાસિક વારસાને લીધે યુનેસ્કોએ 22 જૂન – 2014ના રોજ વર્લ્ડ હેરીટેજ સાઈટ તરકે જોહેર કરી હતી.
રાણકી વાવના બાંધકામ અને આર્કીટેક્ચરીની વાત કરીએ તો, પૂર્વ દિશામાં પ્રવેશદ્વાર ધરાવતી રાણકી વાવ અંદાજિત 64 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ અને 27 મીટરની ઊંડાઈ ધરાવે છે. આ વાવ 7 માળ ધરાવે છે. વાવનું નિર્માણ મોટાભાગે પથ્થર અને લાલ ઈંટો વડે કરાયું છે. વાવમાં 400થી વધારે દેવી-દાવતાઓની પૂર્ણ કદની મૂર્તિઓ સ્થાપિત છે. જેનું કોતરણીકામ અને નક્શીકામ દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમજ તમામ સ્તંભો પર પણ ર્ભીત ચિત્રો દોરવામાં આવ્યા છે. પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુનાં દશ અવતાર, સુંદર અપ્સરાઓ, યોગીનીઓની મૂર્તિઓમાં ઉત્તમ નક્શીકામ કરાયું છે.
આ વાવની ખાસ વિશિષ્ટતા એ છેક, છેલ્લા દરવાજે એક નાનો દરવાજો આપવામાં આવ્યો છે. જ્યાંથી 30 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છેકે, આ ટનલ પાટણથી સિદ્ધપુર સુધી નિકળે છે. રાજાઓ યુદ્ઘના સમયે સલામત રીતે સેનાનું અવરજવર કરી શકે તે માટે આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સૌજન્ય- ગુજરાત સરકાર
17 Comments