Civil EngineeringConstructionGovernmentGovtInfrastructureNEWSUrban Development
અડાલજથી ઝુંડાલ સ્ટેટ હાઈવે ચારમાંથી આઠ માર્ગીય બનશે
Adalaj to Jhundal State Highway will become eight lane from four
અમદાવાદ- કલોલ- મહેસાણા સ્ટેટ હાઈવે નંબર 41 પરના અમદાવાદના ઝુંડાલ સર્કલથી અડાલજ ક્વોલર લીફ નીચેના અંડરપાસ સુધીના 7.4 કિલોમીટરના ચાર માર્ગીય રસ્તાને રૂ.77 કરોડના ખર્ચે આઠ માર્ગીય કરવાના કામને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. સરખેજ- ગાંધીનગર હાઈવે નીચે અડાલજ ક્વોલર લીફમાં સ્ટેટ હાઈવે 41નો અંડરપાસ ચાર માર્ગનો છે તેને પણ આઠ માર્ગીય બનાવાશે. અમદાવાદને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતને જોડતા આ રસ્તો પહોળો થતા વાહનોની અવરજવર સરળ બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
12 Comments