ConstructionGovernmentNEWSPROJECTS

અમિત શાહ આજે કરશે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ, બોપલના 77 કરોડના વોટર પ્રોજેક્ટ અને ગોધાવીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો સમાવેશ.

Amit Shah will inaugurate multi-crore developments today, including a 77-crore water project in Bopal and a sports complex in Godhavi.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે અમદાવાદ શહેરમાં પાણી પુરવઠો, હાઉસિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફ્લાયઓવરના વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે.

જેમાં બોપલ ખાતે 77.53 કરોડના ખર્ચે બનેલા વોટર સપ્લાય પ્રોજેક્ટ, 7.73 કરોડના ખર્ચે બનેલા ઇડબલ્યુએસ આવાસો તથા મનીપુર ગોધાવી ખાતે 9.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થશે.

આ ઉપરાંત એસપી રિંગરોડ પર કમોડ જંકશન ખાતે 77.71 કરોડના ખર્ચે ફ્લાય ઓવર, મનીપુર ગોધાવી ખાતે કેનાલ પર 14 કરોડના ખર્ચે બ્રિજ, ઔડા વિસ્તારમાં સોલિડ વેસ્ટના નિકાલ માટે 5 કરોડના ખર્ચે પ્રોજેક્ટ, એસપી રિંગરોડ ફરતે 10.17 કરોડના ખર્ચે વૃક્ષારોપણની વિવિધ કામગીરી કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close