GovernmentNEWSUpdates
દિલ્હી વિધાનસભાથી લાલ કિલ્લા સુધી પહોંચી શકાય તેવી રહસ્મય સુરંગ(ટનલ) મળી આવી
Tunnel discovered from Delhi Vidhansabha, which is reaching to red fort.
આજે દિલ્હી વિધાનસભામાંથી લાલ કિલ્લા સુધી પહોંચી શકાય તેવી એક સુરંગ(ટનલ) મળી આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલના જણાવ્યાનુસાર, સુરંગ વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડે છે. આ સુરંગનો ઉપયોગ બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન કરવામાં આવતો હતો. જોકે, હાલ મેટ્રોરેલ પ્રોજેક્ટ અને ગટર પાઈપલાઈનને કારણે આ સુરંગનું વધારે ખોદાણ કરવામાં આવશે નહીં.
વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું કે, 1993માં હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે, વિધાનસભામાંથી લાલ કિલ્લા સુધીની સુરંગ અંગે સાંભળ્યું હતું. પરંતુ તે સમયે તેની કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- મિન્ટ ન્યૂઝ
6 Comments