GovernmentNEWS

સુરતના હજીરામાં ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુક.

Lakshmi Mittal to invest 1 lakh cr. in Gujarat in coming days.

પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે, આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ દિલીપ ઓમમેનએ શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં સુરતના હજીરા પ્લાન્ટ નજીક તેમના યુનિટના એક્સપાન્શન માટે વધારાની જમીન માટેની જરૂરિયાતની રજૂઆત કરી હતી. જેમાં તેઓએ 50,000 કરોડનું વધારાનું રોકાણ પણ ત્યાં કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આવનારા દિવસોમાં સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદન ક્ષેત્રે પણ 50,000 કરોડનું રોકાણ કરવાની આર્સેલર મિત્તલ ગ્રુપ નેમ ધરાવે છે. આ રીતે, લક્ષ્મી મિત્તલ આવનારા દિવસોમાં ગુજરાતમાં 1 લાખ કરોડનું રોકાણ કરવા ઉત્સુક છે. આ અંગે સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા જરૂરી મદદની ખાતરી આપી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ- ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close