GovernmentNEWS

સાણંદમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે

રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ. 50 હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે આ મલ્ટિ-મોડેલ લોજિસ્ટીક પાર્ક 25 હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસરો પૂરા પાડશે. રાજ્ય સરકાર વતી આ MoU પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ SEZ લિ. ના CEO કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close