અમદાવાદ રેલવે સ્ટેશન પર પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર, દક્ષિણ MMTHનો ઉપયોગ કરવા સૂચના

અમદાવાદ: Built India Media: અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે મુસાફરો માટેની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં આવેલો એલિવેટેડ રોડ બંધ કરાયો છે અને અગાઉ રોડની બાજુમાં ઉપલબ્ધ પાર્કિંગની સુવિધા હવે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ખાતે ખસેડવામાં આવી છે.
સ્ટેશનના નોર્થ MMTHનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી એલિવેટેડ રોડ બંધ કરવામાં આવ્યો છે. મુસાફરો અને વાહનચાલકોને પાર્કિંગ માટે સાઉથ MMTHનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.બીજી તરફ, અમદાવાદ ડિવિઝનના જખવાડા અને વિરોચનનગર સ્ટેશન વચ્ચેનું સચાણા રેલવે લેવલ ક્રોસિંગ 24 નવેમ્બરે સવારે 8થી 29 નવેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી સમારકામ માટે બંધ રહેશે.

આ સમય દરમિયાન ભારે વાહનો માટે સોકલી અને ખોડા રેલવે ક્રોસિંગનો, જ્યારે હળવા વાહનો માટે વિરોચનનગર રેલવે ક્રોસિંગનો વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત



