GovernmentInfrastructureNEWSPROJECTS

કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા દર મહિને કરો: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: Built India Media: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્ય સચિવોને કલ્યાણકારી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કામગીરી પર વધુ કડક દેખરેખ રાખવા સૂચના આપી હતી. તેમણે જિલ્લા કલેક્ટરો સાથે દર મહિને સમીક્ષા કરવા તેમજ પ્રોજેક્ટ્સમાં આવતા અવરોધો દૂર કરીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો.

પ્રગતિ (PRAGATI) બેઠક દરમિયાન વડાપ્રધાને અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યમાં થઈ રહેલા વિલંબ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંબંધિત એજન્સીઓને આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2027 સુધીમાં કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, મોદીએ સરકારી ખર્ચ કરતાં તેના પરિણામો પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું, જેથી જાહેર નાણાંનો ઉપયોગ લોકોના જીવનમાં વાસ્તવિક સુધારો લાવી શકે. બેઠકમાં રેલવે, પીએમ એકતા મોલ્સ અને બલ્ક ડ્રગ પાર્ક સહિત રૂ. 16,000 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.તેમણે પીએમ એકતા મોલ્સ દ્વારા સ્થાનિક ઉત્પાદનોને બજાર ઉપલબ્ધ કરાવવા, કારીગરોની આજીવિકા મજબૂત બનાવવા અને તેમના વ્યવસાયના વિસ્તરણમાં મદદરૂપ થવા પર પણ ભાર મૂક્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઑફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close