GovernmentInfrastructureNEWSPROJECTS

કચ્છમાં ₹2,046 કરોડના ખર્ચે બે નવા રેલવે માર્ગો માટે ટેન્ડર જાહેર

અમદાવાદ: Built India Media: કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં રેલવે કનેક્ટિવિટી વધારવા પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે બે નવા રેલવે માર્ગો માટે ₹2,046.06 કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં છે. તેમાં વાયોર-લખપત અને દેશલપર-હાજીપીર-લુણા રેલવે માર્ગોનો સમાવેશ થાય છે.

આ બંને પ્રોજેક્ટ માટે અંદાજે ₹2,526 કરોડના કુલ રોકાણની યોજના છે. તેનાથી 164 ટ્રેક કિલોમીટરનો વધારો થશે અને 13 નવા રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. આ વિસ્તરણથી કચ્છનાં 866 ગામો અને આશરે 16 લાખ લોકોને લાભ થવાની અપેક્ષા છે.

બંને માર્ગોના નિર્માણમાં પુલ, રેલવે ટ્રેક, અંડરબ્રિજ, ડ્રેનેજ, સિગ્નલિંગ અને વીજળી સંબંધિત માળખાં ઊભાં કરવામાં આવશે. બાંધકામ માટે 913 દિવસનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. વાયોર-લખપત માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી, 2027 અને દેશલપર-હાજીપીર-લુણા માટે 9 ફેબ્રુઆરી, 2027 છે.

નવા રેલવે માર્ગોથી કચ્છના રણ, ધોળાવીરા, કોટેશ્વર મંદિર, નારાયણ સરોવર અને લખપત કિલ્લા જેવા પ્રવાસન સ્થળો સુધી પહોંચ સરળ બનવાની શક્યતા છે. સાથે જ મીઠું, સિમેન્ટ, કોલસો અને અન્ય ઔદ્યોગિક માલસામાનની હેરફેરને વેગ મળતાં સ્થાનિક ઉદ્યોગો અને વેપારને પણ લાભ થઈ શકે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close