અમદાવાદ મેટ્રો ફેઝ-3ને વેગ, 58 કિમીના નવા કોરિડોર માટે ટેન્ડર બહાર પડ્યા

અમદાવાદ: Built India Media: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-3 હેઠળ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા નવા એલિવેટેડ કોરિડોર માટે GMRCએ બાંધકામના ટેન્ડર બહાર પાડ્યા છે.
ઉપલબ્ધ વિગતો મુજબ કુલ આશરે 58 કિમીના મેટ્રો માર્ગ અને 43 એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થાય છે.વેસ્ટ લાઇનમાં થલતેજ ગામ–ગોધાવી 10.26 કિમીના 8 સ્ટેશન અને શીલજ સર્કલ–બદરાબાદ 12.527 કિમીના 7 સ્ટેશનનો સમાવેશ થાય છે. બંને કોરિડોર માટે બાંધકામના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.
સિટી લૂપ હેઠળ APMC–ન્યૂ ફૈઝલ નગર 6.56 કિમીના 5 સ્ટેશન અને વિશાલનગર વેસ્ટ–બાપુનગર નોર્થ 11.04 કિમીના 10 સ્ટેશનના એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે. બંને માટે ટેન્ડર પ્રક્રિયા આગળ વધી રહી છે.
આ ઉપરાંત નારણપુરા–નેહરુનગર 8.68 કિમીના 5 સ્ટેશન, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ–અરિહંત નગર 4.84 કિમીના 5 સ્ટેશન અને દુધેશ્વર–વાડજ 4.62 કિમીના 3 સ્ટેશનના કામ માટે પણ GMRCએ ટેન્ડર બહાર પાડ્યા છે. આ નવા કોરિડોરથી અમદાવાદના પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય વિસ્તારો વચ્ચે મેટ્રો કનેક્ટિવિટી વધુ વિસ્તરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



