ગુજરાતમાં IAS અધિકારીઓની બઢતીની પ્રક્રિયા તેજ; 1996 અને 2003 બેચના અધિકારીઓને પ્રમોશનની તૈયારી

ગાંધીનગર: Built India Media: ગુજરાત સરકારના વિભાગીય પ્રમોશન કમિટીએ રાજ્યના IAS અધિકારીઓને ઉચ્ચ હોદ્દા પર બઢતી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત 1996 બેચના IAS અધિકારીઓને એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) રેન્કમાં પ્રમોશન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, 2003 બેચના IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી રેન્કમાં બઢતી આપવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના વહીવટી તંત્રમાં વિવિધ બેચના અધિકારીઓની બઢતીને લઈને હલચલ તેજ બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્ય બેચના અધિકારીઓની બઢતીની જાહેરાત પણ થવાની શક્યતા છે, જે 1 જાન્યુઆરી, 2027થી અમલમાં આવી શકે છે. આથી નવા વર્ષની શરૂઆતમાં રાજ્યના વહીવટી તંત્રમાં કેટલાક મહત્વપૂર્ણ હોદ્દાકીય ફેરફારો જોવા મળી શકે છે.
આગામી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવાનું હોવાથી આ બઢતી પ્રક્રિયાને પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, પ્રમોશન અંગેની અંતિમ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા



