સુરત, મુંબઈમાં બિઝનેસ કરનારા સાબરમતી બુલેટ ટ્રેનની આસપાસ રહેઠાણ બનાવશે

અમદાવાદ: Built India Media: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અત્યાર સુધી મર્યાદિત વિકાસ ધરાવતા કેટલાક વિસ્તારોમાં હવે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટને વેગ મળવાની શક્યતા છે. ટાઉન પ્લાનિંગ ક્ષેત્રના નિષ્ણાત એન.કે. પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે બુલેટ ટ્રેનને કારણે આ વિસ્તારમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા આગળ વધી શકે છે.
બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી વધતા અહીં મિશ્ર-યુઝ (Mixed-use) એપાર્ટમેન્ટ્સ બનવાની શક્યતા છે. આવા પ્રોજેક્ટમાં રહેણાંક સાથે કોમર્શિયલ ઉપયોગની સુવિધાઓ પણ વિકસી શકે છે. પરિણામે સુરત અને મુંબઈમાં બિઝનેસ કરતા લોકો પણ ઝડપી કનેક્ટિવિટી ધરાવતા આ વિસ્તારમાં રહેઠાણ વિકસાવવાનું પસંદ કરી શકે છે.

આ વિકાસ સાથે જમીનના ભાવમાં વધારો અને FSIમાં ફેરફાર થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. FSIમાં ફેરફાર થાય તો વધુ સંખ્યામાં ફ્લેટ ધરાવતા એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ્સ વિકસવાની તક ઊભી થઈ શકે છે. સાથે નાના-મોટા બિઝનેસ માટેની જગ્યાઓની સંખ્યા પણ વધી શકે છે.
બુલેટ ટ્રેનને કારણે માત્ર રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ જ નહીં, પરંતુ કોચિંગ ક્લાસિસ જેવી સર્વિસ પ્રવૃત્તિઓ પણ વધવાની શક્યતા છે. બીજી તરફ, Sabarmati અને Ahmedabad Bullet Train stationsને મલ્ટિમોડલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, જ્યાં રેલવે, મેટ્રો અને બસ કનેક્ટિવિટી એકસાથે ઉપલબ્ધ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દિવ્ય ભાસ્કર



