Civil EngineeringConstructionHousingInfrastructureNEWS

શેલા વિસ્તારમાં 14માળથી શ્રમિક પડી જતાં મોત, મજૂરોની સલામતી પર સવાલ

અમદાવાદ: Built India Media: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા એક શ્રમિકનું ઊંચાઈ પરથી પટકાતા મોત થયું હતું. મીડિયાના અહેવાલના જણાવ્યાનુસાર, શ્રમિક 14મા માળે ફ્લોરિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નીચે પટકાયા હતા.

અહીં મહત્વની વાત એ છે કે, બિલ્ટ ઈન્ડિયાએ આ મુદ્દે અનેકવાર બિલ્ડરોના ઈન્ટરવ્યૂં લીધા છે. તેમાં જાણવા મળ્યું હતું કે, બિલ્ડરો દ્વારા મજૂરોની સલામતી તો આપવામાં આવે છે. પરંતુ, મજૂરો પોતાની મનમાની કરતા હોય છે. એટલે કે, સેફ્ટી મેનેજર કહે કે, હેલમેટ પહેરો તો, પણ તેઓ પહેરતા નથી હોતા, એ જ રીતે સેફ્ટી બ્લેટ પણ પહેરાતા નથી. એટલે આ ઘટનામાં પણ આવું પણ કંઈ હોય શકે છે.

પરંતુ, બિલ્ડરોએ તો આ મુદ્દે સખત વલણ અપનાવીને, મજૂરોને તમામ પ્રકારની સલામતી આપવી જોઈએ. જો તેઓ ના માને તો, તેઓને કામ પરથી દૂર કરો. જો કે, હાલ કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો માટે યોગ્ય safety measuresનું પાલન કેટલું થયું હતું તે હવે તપાસનો મહત્વનો મુદ્દો બન્યો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close