GovernmentInfrastructureNEWSPROJECTS

ગાંધીનગરમાં PM ઈ-બસ સેવા હેઠળ 30 નવી ઇલેક્ટ્રિક AC બસો શરૂ

ગાંધીનગર: Built India Media: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં PM ઈ-બસ સેવા હેઠળ 30 નવી ઇલેક્ટ્રિક AC બસોનું લોકાર્પણ કર્યું. સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના ₹1,848 કરોડના વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સામાન્ય મુસાફરની જેમ ઈ-બસમાં મુસાફરી કરી અને નવી જાહેર પરિવહન સેવાનો અનુભવ લીધો. બંને નેતાઓ બસમાં બેસીને કાર્યક્રમ સ્થળથી મંત્રીઓના નિવાસ સંકુલ સુધી પહોંચ્યા હતા.

નવી બસો શરૂ થવાથી ગાંધીનગરમાં આધુનિક અને પર્યાવરણમિત્ર જાહેર પરિવહન વ્યવસ્થાને વેગ મળશે. ઈલેક્ટ્રિક બસોના ઉપયોગથી શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને જાહેર પરિવહનને વધુ સુવિધાજનક બનાવવા મદદ મળશે.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા, ગાંધીનગરના ધારાસભ્યો, મેયર મીરા પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close