અમદાવાદમાં AMC ₹1,010 કરોડના 9 પ્લોટની હરાજી કરશે, FSI અને બિલ્ડિંગની ઊંચાઈ પણ જાહેર કરી

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કુલ ₹1,010 કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા 9 પ્લોટની હરાજી કરવામાં આવશે. પ્રથમ વખત AMCએ પ્લોટ સાથે મંજૂર FSI અને બિલ્ડિંગની મહત્તમ ઊંચાઈની વિગતો પણ જાહેર કરી છે.
આ નિર્ણયથી બિલ્ડરો અને ડેવલપર્સને હરાજી પહેલાં પ્લોટ પર કેટલું અને કેવું બાંધકામ કરી શકાશે તેની સ્પષ્ટ માહિતી મળશે. જગતપુરના એક પ્લોટમાં 100 મીટર સુધીની ઊંચાઈ, જ્યારે ગોતા-સોલા-ઓગણજ વિસ્તારમાં કેટલાક પ્લોટમાં 45થી 70 મીટર સુધીની ઊંચાઈની મંજૂરી છે.

મુથિયા-હંસપુરા-બિલાસિયા વિસ્તારમાં 41,843 ચોરસ મીટરનો પ્લોટ ₹297 કરોડની બેઝ પ્રાઇસ સાથે મૂકાયો છે.AMC દ્વારા 11 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી બિડરોનું રજિસ્ટ્રેશન અને EMD સ્વીકારવામાં આવશે. 9 પ્લોટ માટેની ઓનલાઈન હરાજી 15 અને 16 ઓક્ટોબરે યોજાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા



