GovernmentInfrastructureNEWSPROJECTS

ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર

ગાંધીનગર: Built India Media: ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદદારોના હિતમાં મહત્વપૂર્ણ ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026 વિધાનસભામાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. સુધારાનો હેતુ જમીન વ્યવહારોમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે.

સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ, તમામ ખાતેદારોની સંમતિ અને અગાઉથી કોઈ વિવાદ ન હોય તો તેની ફેરફાર નોંધ તે જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા સક્ષમ સત્તાધિકારીના આદેશના આધારે થતી નોંધ પણ નોટિસ વિના હુકમ મળતાં જ પ્રમાણિત કરી શકાશે.

સુધારા હેઠળ ખેતીની જમીનનું લઘુત્તમ જમીન એકમ 10 ગુંઠા એટલે આશરે 1,012 ચોરસ મીટર નક્કી કરવાની જોગવાઈ છે. ઈ-ધરા જેવી ડિજિટલ વ્યવસ્થાઓ બાદ આ સુધારાથી જમીન વહીવટમાં વધુ પારદર્શિતા આવશે અને બિનજરૂરી વાંધા તથા વિલંબ ઘટાડવાનો હેતુ છે.

સરકારે અગાઉ વટહુકમ દ્વારા આ જોગવાઈઓનો અમલ શરૂ કર્યો હતો, જેને હવે કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સુધારો Ease of Doing Business અને Ease of Living તરફનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે, જેનાથી ખેડૂતો, સામાન્ય નાગરિકો અને Genuine Buyersને ઝડપી પ્રક્રિયાનો લાભ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close