Civil EngineeringGovernmentInfrastructureNEWSPROJECTS

યુદ્ધ અને મજૂરની અછતની અસર- અમદાવાદના બિલ્ડરોને પડી રહી તકલીફ

અમદાવાદ: Built India Media:  શહેરમાં શરૂ થયેલા 201 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાંથી 59 પ્રોજેક્ટ્સનું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થઈ શક્યું નથી. બાંધકામ સામગ્રીની અછત, સપ્લાયમાં વિલંબ અને લેબરની અછતને કારણે પ્રોજેક્ટ્સની કામગીરી ધીમી પડી છે.

આ 201 પ્રોજેક્ટ્સમાં 90 રહેણાંક, 26 કોમર્શિયલ, 82 મિશ્ર અને 3 પ્લોટ કેટેગરીના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય યુદ્ધની સ્થિતિને કારણે બાંધકામ સામગ્રીના સપ્લાય પર અસર પડી છે, જ્યારે ભારે વરસાદથી પણ બાંધકામની કામગીરીમાં વિક્ષેપ આવ્યો છે.

ખાસ કરીને મુખ્ય સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થયા બાદ સાઇટની સુવિધાઓ અને ફિનિશિંગનું કામ પૂર્ણ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે. સામગ્રી અને લેબરની અછત યથાવત રહેશે તો આગામી સમયમાં વધુ પ્રોજેક્ટ્સની સમયમર્યાદા લંબાવાની શક્યતા છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close