CWG 2030 માટે અમદાવાદ-ગાંધીનગરમાં 22,000 વધુ હોટેલ રૂમની જરૂર

અમદાવાદ: Built India Media: 2030માં Commonwealth Games (CWG) અને 2029માં World Police and Fire Games જેવા મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની યજમાની માટે અમદાવાદ અને ગાંધીનગરમાં હાલની હોટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં આશરે 22,000 વધુ રૂમ ઉમેરવાની જરૂર પડી શકે છે.
CEPT Universityના અભ્યાસ મુજબ અમદાવાદ-ગાંધીનગરમાં હાલમાં આશરે 18,000 હોટેલ રૂમ ઉપલબ્ધ છે, જ્યારે મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે કુલ જરૂરિયાત લગભગ 40,000 રૂમની રહેવાની શક્યતા છે.

અભ્યાસમાં પાંચ-સ્ટાર હોટેલોમાં 3,694, ચાર-સ્ટારમાં 1,557, રિસોર્ટમાં 790 અને બૂટિક હોટેલોમાં 620 રૂમ સહિતની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રીમિયમ હોટેલ સેગમેન્ટમાં 60%થી 68% સુધી ઓક્યુપન્સી નોંધાઈ હોવાનું સંશોધકોનું કહેવું છે.
CWG માટે જરૂરી Hospitality Infrastructure વિકસાવવા PPP મોડલ, TDR જેવા પ્રોત્સાહનો અને ‘Sports Hospitality REIT’ જેવા વિકલ્પોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.



