GovernmentNEWSPROJECTS

પ્રોપર્ટી નામ ટ્રાન્સફર માટે AMCની ડિજિટલ વ્યવસ્થા

અમદાવાદ: Built India Media: નાગરિકોને લાંબી કતારમાં રાહ ન જોવી પડે તે માટે AMCએ LogBook360 Smart Queue Management System શરૂ કરી છે. હાલ આ સિસ્ટમ AMCની 7 ઝોનલ ઓફિસમાં કાર્યરત છે અને આગામી તબક્કામાં તેને 63 વધુ સિવિક સેન્ટરો સુધી વિસ્તારવામાં આવશે.

આ સિસ્ટમ હેઠળ નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ ઓનલાઈન સમય સ્લોટ બુક કરી શકશે. અગાઉથી રજિસ્ટ્રેશન ન કરાવનાર નાગરિકો ઓફિસમાં આવેલા કિઓસ્ક પરથી ટોકન પણ મેળવી શકશે. QR કોડ આધારિત ચેક-ઈન અને ડિજિટલ ટોકનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

ટોકન મળ્યા બાદ નાગરિકો ડિજિટલ સ્ક્રીન પર લાઈવ કતારની સ્થિતિ જોઈ શકશે. સર્વિસ કાઉન્ટર પર આગામી ટોકનની ઈલેક્ટ્રોનિક જાહેરાત થશે. AMCના જણાવ્યા મુજબ, આ સિસ્ટમથી ઓફિસોમાં લાંબી કતાર અને ભીડ ઘટાડવામાં મદદ મળી છે.

AMC હવે યલો ફીવર વેક્સિનેશન અને જન્મ પ્રમાણપત્રની એપોઈન્ટમેન્ટ જેવી અન્ય નાગરિક સેવાઓમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા કરી રહ્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયાસૌજન્ય- દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close