Others

દરરોજ મિની વિમાન વડોદરાથી મુંદ્રા જશે, અંદાજે ભાડુ 500થી 3400 રુપિયા રહેશે.

હવે ગુજરાતનો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ વિકાસ હવે બિઝનેસમેન પોતાની મુલાકાત ત્વરિક અને ઝડપી કરી શકે તેવા ઉમદા હેતુસર, વડોદરાથી મુદ્રા પોર્ટ સુધી દરરોજ મિની વિમાન દ્વારા મુસાફરી કરીને આપનો વ્યવસાય વધારી શકશો.

મીડીયાના અહેવાલ મુજબ, આ મીની વિમાનની ટ્રીપ દરરોજની રહેશે. જેમાં વડોદરા એરપોર્ટથી ડિપાર્ટ થશે. જે મુંદ્રા, જામનગર, દીવ અને રાજકોટ આ તમામ મોટાં શહેરોમાં જશે.

નોંધનીય છે કે, ભાડું અંદાજે, 500થી 3400 રુપિયા રહેશે. જો કે, આ વિમાનમાં સીટ લિમિટેડ હોવાથી, પહેલાંથી જ બુકિંગ કરાવવું પડશે.     

ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત-2027નું પ્લાનિંગ હાલ જોરશોરમાં ચાલી રહ્યું છે. જે માટે રાજ્ય સરકાર ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમેરિકા અને કેનેડાનો બિઝનેસ પ્રવાસ કરીને વાયબ્રન્ટ ગુજરાતનું માર્કેટિંગ કર્યું છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close