
આજે અમદાવાદના સોલા ભાગવત ખાતે ગુજરાત પ્રજાપતિ સમાજનો શતાબ્દી મહોત્સવ 2025 નું આયોજન ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતભરમાં 10,000 કરતાં પણ વધારે પ્રજાપતિ સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને યુવતીઓ મોટીસંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે, સમાજને આર્શિવાદ આપવા માટે દેશ સહિત દુનિયામાં સૌથી મોટી BAPS સંસ્થાના સંતશ્રી અને ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર અને આધ્યાત્મિક સંતશ્રી પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજીએ પ્રેરણ હાજરી આપી હતી. અને આ પ્રસંગે, પૂજ્ય સ્વામીજીએ, સમાજમાં રહેલી બદીઓથી દૂર રહીને, સમાજ ઉત્કર્ષ, સમાજમાં એકતા, સંગઠન, સંવાદિતા, પ્રેમભાવ અને સમાજ ઉત્થાન સાધવા માટેની પ્રોત્સાહિત વાતો સાથે ધર્મ જ્ઞાનરસથી લોકોને તરબોળ કર્યા હતા. આ પ્રસંગે, રાજ્યસભના સાંસદ મયંક નાયક, ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રેસિડેન્ટ કેશવલાલ પ્રજાપતિ, વિજય પ્રજાપતિ, PEN ગ્રુપના સ્થાપક રાકેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, અલ્પેશ પ્રજાપતિ, રાહુલ પ્રજાપતિ અને સામાજિક અગ્રણી મુકેશ પ્રજાપતિ સહિત સમાજના તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.


જોકે, અહીં નોંધનીય છે કે, ગુજરાત પ્રજાપતિ સમાજે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું, અને ગુજરાતભરમાં સોશિયલ મીડિયા, ટીવી રેડિયો અને બેનરો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. પરંતુ, માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબને કેટલાક કારણોસર કાર્યક્રમમાં આવી શક્યા નહી. પરિણામે પ્રજાપતિ સમાજના શતાબ્દી મહોત્સવ-2025ના ભવ્ય કાર્યક્રમની સફળતામાં માનનીય મુખ્યમંત્રીશ્રીની ખોટ લાગી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.