GIFT Cityમાં ડિજિટલ કંપની સામે ₹8.6 કરોડની કથિત છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ: ગાંધીનગરની ઇન્ફોસિટી અને GIFT Cityમાં કાર્યરત Shoot Space Digital Pvt. Ltd. સામે વધુ એક કથિત છેતરપિંડીનો કેસ નોંધાયો છે. હિંમતનગરના એક પ્રોફેસરે કંપની પર પોતે અને અન્ય 41 રોકાણકારો પાસેથી ₹8.6 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આક્ષેપ કર્યો છે.
કંપનીએ ‘Sell and Lease Back’ સ્કીમ હેઠળ ડિજિટલ સ્ટોરેજ ખરીદવા અને તેના બદલામાં 7 વર્ષ સુધી નિશ્ચિત માસિક વળતર આપવાની ઓફર કરી હતી. ફરિયાદી પ્રોફેસરે પોતે, પત્ની અને પુત્રીના નામે ₹95.4 લાખનું રોકાણ કર્યું હતું.

ફરિયાદ મુજબ શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી કંપનીએ વળતર ચૂકવ્યું હતું, પરંતુ ફેબ્રુઆરી 2026 બાદ ચૂકવણી બંધ થઈ ગઈ. રોકાણકારો GIFT Cityની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળી હતી..
ડભોડા પોલીસે કંપનીના છ ડિરેક્ટર અને એક ઝોનલ મેનેજર સામે FIR નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં વિવિધ રાજ્યોના 41 રોકાણકારો અને સાક્ષીઓનો ઉલ્લેખ છે. કંપનીએ એકત્ર કરેલા નાણાં અન્ય સંલગ્ન કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ટીમ બિલ્ટ ઇન્ડિયા , સૌજન્ય: દેશગુજરાત



