GovernmentInfrastructureNEWSPROJECTS
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો ખર્ચ ₹2.1 લાખ કરોડે પહોંચ્યો, મૂળ અંદાજથી લગભગ બમણો

અમદાવાદ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ હવે વધીને આશરે ₹2.1 લાખ કરોડ થયો છે. 508 કિમીના હાઈસ્પીડ રેલ કોરિડોરનો મૂળ અંદાજિત ખર્ચ આશરે ₹1.1 લાખ કરોડ હતો. ખર્ચમાં થયેલા મોટા વધારાની મંજૂરી માટે સુધારેલો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટના ખર્ચમાં વધારા પાછળ જમીન સંપાદનમાં થયેલા વિલંબ અને ટ્રેન સેટની ખરીદી સહિતના કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ કારણે પ્રોજેક્ટના મૂળ અંદાજની સરખામણીએ ખર્ચમાં આશરે ₹1 લાખ કરોડનો વધારો થયો છે.

હવે સમગ્ર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર 2030 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. જોકે, કોરિડોરનો એક ભાગ ઓગસ્ટ 2027થી શરૂ કરવાની યોજના છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-ધ ઇકોનોમિક ટાઈમ્સ



