GovernmentNEWS

હવે સાણંદ અને માંડલ બેચરાજીમાં બનશે EV Cars, ગુજરાત સરકાર પ્લાન્ટ માટે કરી રહી છે પ્લાનિંગ.

ગુજરાત સરકારે સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR)ને ઈલેક્ટ્રિક વાહન (EV) હબ તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. છેલ્લા દાયકામાં આ બંને વિસ્તારો મુખ્ય ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે. હવે ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ વિસ્તારોને EV મેન્યુફેક્ચરિંગ માટેના મહત્વના હબ તરીકે વિકસાવવા આયોજન કરી રહી છે.

Generic electric car charging on a city street

This image doesn`t contain any visible trademarked products, corporate identity, logos, or copyrighted elements.
I am author of design of this car.
I am author of 3d model of this car

સૂત્રોના જણાવ્યાનુસાર, આવનારી ઈન્ડસ્ટ્રીયલ પોલિસીમાં EV ઉત્પાદન અને તેના ઘટકોના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહક પેકેજની જાહેરાત થવાની શક્યતા છે. સરકાર EV સંબંધિત ઉદ્યોગો માટે સાણંદ અને MBSIRને પ્રાથમિકતા આપશે અને આવા પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવશે.

EV સેક્ટર માટે વિશેષ પ્રોત્સાહન પેકેજ પણ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે. સાથે જ હાલના ઓટોમોબાઇલ ઉત્પાદકોને તેમના EV પ્રોજેક્ટ્સ અથવા વિસ્તરણ માટે નવી રાહતો આપવામાં આવી શકે છે. આ લાભો EV બેટરી અને સંબંધિત ઘટકો બનાવતી કંપનીઓને પણ મળશે.

આ ઔદ્યોગિક વિસ્તારોમાં Tata Motors, Maruti Suzuki, Honda અને Hero MotoCorp જેવી મોટી કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. આમાંથી કેટલીક કંપનીઓએ પહેલેથી જ EV મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close