પાટનગર ગાંધીગનરમાં નિર્માણ પામશે નમો સેન્ટ્રલ લાયબ્રેરી, બજેટમાં 100 કરોડની કરાઈ જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026–27ના બજેટમાં રાજ્યના જ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો સેન્ટ્રલ લાઈબ્રેરી સ્થાપવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આધુનિક ડિજિટલ સુવિધાઓથી સજ્જ લાઈબ્રેરી
પ્રસ્તાવિત નમો સેન્ટ્રલ લાઈબ્રેરી રાજ્યની સૌથી અદ્યતન અને વિશાળ જાહેર લાઈબ્રેરીઓમાંની એક બનશે. અહીં વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ અને સંશોધકો માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે:
- ઈ-બુક્સ અને ડિજિટલ જર્નલ્સ
- ઓનલાઈન અભ્યાસ સામગ્રી
- ડિજિટલ રીડિંગ ઝોન
- ઈ-લાઈબ્રેરી એક્સેસ સિસ્ટમ
- આધુનિક સ્ટડી સ્પેસ અને રેફરન્સ વિભાગ
આ લાઈબ્રેરી રાજ્યસ્તરીય જ્ઞાન કેન્દ્ર તરીકે વિકસિત થશે, જે નવી પેઢીને ડિજિટલ યુગને અનુરૂપ શિક્ષણ અને સંશોધન માટે પ્રોત્સાહન આપશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.



