GovernmentInfrastructurePROJECTS

કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા 1,278 કરોડની ફાવળણી

ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓના ભાગરૂપે રમતગમત અને શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણની જાહેરાત કરી છે. બજેટ 2026–27 રજૂ કરતા નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અમદાવાદને “ઓલિમ્પિક રેડી સિટી” બનાવવા માટે 1,278 કરોડની જોગવાઈનો પ્રસ્તાવ મૂક્યો છે.

1278 કરોડની ક્યાં ક્યાં વાપરવામાં આવશે તેની વિગતો

• અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ વિકાસ માટે 500 કરોડ
• વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 165 કરોડ
• અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમત સંબંધિત સુવિધાઓ માટે 101 કરોડ
• કરાઈ ખાતે ઓલિમ્પિક સ્તરની ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 100 કરોડ
• ગાંધીનગરમાં પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર નિર્માણ માટે 100 કરોડ
• વર્લ્ડ-ક્લાસ હોકી સ્ટેડિયમ નિર્માણ માટે 90 કરોડ

આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર

આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત સંકુલો નિર્માણ કરવાના ભાગરુપે, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ વિકસાવવામાં આવશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ગેમ્સ પૂરતું નહીં, પરંતુ લાંબા ગાળે તાલીમ, સ્પર્ધાઓ અને રમતગમત પ્રોત્સાહન માટે રાજ્યની સ્થાયી સંપત્તિ બની રહેશે.

પરિવહન અને શહેર વિકાસને પ્રાથમિકતા

‘ઓલિમ્પિક રેડી સિટી’ પહેલ હેઠળ જાહેર પરિવહન સુવિધાઓમાં સુધારા, માર્ગોનું અપગ્રેડેશન અને મેટ્રો કનેક્ટિવિટી મજબૂત બનાવાશે. રમતગમત ઝોન આસપાસ શહેરી સુવિધાઓ વિકસાવી મોટી સંખ્યામાં મુલાકાતીઓને સંભાળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે ગેમ્સ બાદ પણ નાગરિકોને લાભ આપશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close