Civil TechnologyGovernmentNEWS

અદાણી ગ્રુપ 2035 સુધી $100 બિલિયનના રોકાણથી રિન્યૂએબલ પાવર AI ડેટા સેન્ટર બનાવશે

Adani Enterprises એ મંગળવારે જાહેરાત કરી હતી કે, અદાણી ગ્રુપ અંતર્ગતની અદાણી એન્ટરપ્રાઈઝ કંપની 2035 સુધીમાં ભારતભરમાં રિન્યૂએબલ ઊર્જા આધારિત અને AI-રેડી ડેટા સેન્ટરો ઉભા કરવા માટે અંદાજે $100 બિલિયન (લગભગ 9 લાખ કરોડથી વધુ)નું મોટું રોકાણ કરશે. આ પહેલ ભારતને વૈશ્વિક AI સ્પર્ધામાં મજબૂત દાવેદાર બનાવવાના દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, વિશ્વભરના AI માર્કેટમાં હાલ ભારતનો હિસ્સો માત્ર 14.7 ટકા છે. જેમાં વધારો કરવા માટે હાલ કેન્દ્રીય સરકારે નવી દિલ્હી ખાતે, ભારત મંડપમ્ ખાતે AI અંગેનો એક મોટો એકસ્પોનું આયોજન કર્યું છે. જે આવતીકાલ એટલે કે, ગુરુવાર સુધી ચાલશે. નોંધનીય છે કે, હાલ ભારત એ એઆઈ માર્કેટનું મોટું બજાર બની ગયું છે. મોટીસંખ્યામાં યુવાઓ એઆઈનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે એઆઈમાં પણ ભારત આત્મનિર્ભર બને, તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઉમદો પ્રયાસ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ભારે રોકાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક ટેક કંપનીઓ જેવી કે Google, Amazon, Meta Platforms અને Microsoft ભારતમાં પોતાના ડેટા સેન્ટર અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી રહી છે. દેશની અંદરથી Reliance Industries અને Tata Consultancy Services જેવી મોટી કંપનીઓ પણ AI ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close