Civil EngineeringCivil TechnologyInfrastructureNEWS

રોડ અકસ્માતમાં ઘાયલોને મદદ કરનારને મળશે 25,000 નું ઈનામ, અને બનશે રાહવીર – કેન્દ્રીય મંત્રી ગડકરી

આજે લોકસભામાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, હવે, જો કોઈ પણ વ્યકિત ઘાયલોને હોસ્પિટલ લઈ જાય છે, તો તેને સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ મળશે. આ સાથે ઘાયલોને મદદ કરનારાઓને “રાહવીર” તરીકે ઓળખાવવામાં આવશે.

આજે લોકસભામાં કેન્દ્રીય રોડ અને ટ્રાન્સફર મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે ૫,૦૦,૦૦૦ માર્ગ અકસ્માતો થાય છે, જેના પરિણામે ૧,૮૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુમાંથી ૬૭% ૧૮ થી ૩૪ વર્ષની વયના હોય છે. તાજેતરના એઇમ્સ રિપોર્ટમાં જણાવાયું છે કે જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર સારવાર મળે, તો ૫૦,૦૦૦ લોકોના જીવ બચાવી શકાય છે. આ અંગે ગડકરીએ સંસદમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

રાહવીર બનો, 25,000 રૂપિયાનું ઈનામ મેળવો

નીતિન ગડકરીએ કહ્યું કે જ્યારે કોઈનો અકસ્માત થાય છે, ત્યારે લોકો મદદ કરવામાં અચકાય છે. તેમને ડર છે કે જો તેઓ ઘાયલોને મદદ કરશે, તો તેઓ પોલીસ સાથે મુશ્કેલીમાં મુકાશે. પરંતુ હવે લોકોને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, પરંતુ તેમને પુરસ્કાર આપવામાં આવશે. અમે ઘાયલોને મદદ કરનારાઓને રાહવીરનામ આપ્યું છે. હવે, જો કોઈ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જશે, તો તેમને સરકાર તરફથી 25,000 રૂપિયાનું ઈનામ મળશે. તેથી, લોકોને હવે કોઈને મદદ કરતા પહેલા બે વાર વિચારવાની જરૂર રહેશે નહીં.

સરકાર 7 દિવસની સારવાર અને 1.5 લાખ રૂપિયાનો તબીબી ખર્ચ ઉઠાવશે

ગડકરીએ કહ્યું કે સરકાર ઘાયલોને દાખલ કરવામાં આવેલી હોસ્પિટલનો કેટલોક ખર્ચ પણ ઉઠાવશે. સરકાર 7 દિવસની સારવાર અને 1.5 લાખ રૂપિયાનો તબીબી ખર્ચ આપશે. આ પૈસા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, હોસ્પિટલોને હવે ઘાયલોની સારવાર કરતા ખચકાટ નહીં કરવો પડે. અમે અકસ્માતોમાં શક્ય તેટલા વધુ લોકોના જીવ બચાવવા માંગીએ છીએ.

કેન્દ્રીય મંત્રી ગડકરીનું દુઃખ

નીતિન ગડકરીએ કહ્યું, “એ કહેવું દુઃખદ છે કે અકસ્માતો લોકોના વર્તન સાથે જોડાયેલા છે. કાયદા પ્રત્યે આદર અને ડરનો અભાવ છે. અમે ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા માટે ઘણી ઝુંબેશ ચલાવીએ છીએ. અમિતાભ બચ્ચન જેવા ફિલ્મ સ્ટાર્સ પણ આ ઝુંબેશમાં સામેલ છે. વધુમાં, અમે દરેક કારમાં છ એરબેગ ફરજિયાત બનાવ્યા છે. નવા ટુ-વ્હીલરની ખરીદી સાથે બે હેલ્મેટ આપવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે. જોકે, લોકોએ ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું જોઈએ.”

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close