GovernmentHousingInfrastructureNEWSPROJECTS

ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાયનાન્સ સમિટ-2025

આજે દેશની પ્રથમ સ્માર્ટ અને ટેક્ સિટી ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાયનાન્સ સમિટ-2025 નું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સહિત એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાયનાન્સ સમિટને લગતા તમામ બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન અને આઈએએસ અધિકારી હસમુખ હઢિયાએ ગિફ્ટ સિટીના સંપૂર્ણ ડેવલપમેન્ટ જેમ કે, તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ટર્સ, ફાયનાન્સ કંપનીઓ, વિમા કંપનીઓ, તેમજ અન્ય દેશ સહિત દુનિયા કંપનીઓ જે ગિફ્ટ સિટીમાં આવી છે. અને બિઝનેસ કરી રહ્યા છે તે અંગે સંપૂર્ણ માહિતી દેશભરના લોકો સમક્ષ મૂકી હતી. વધુમાં તેમણે ગિફ્ટ સિટીના આઉટડોર અને ઈનડોર બંને પ્રકારે નિર્માણ પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપી હતી. જેમાં તેમે ગિફ્ટ સિટીમાં હાલ નિર્માણ પામેલી 21 બિલ્ડિંગો, 31 કોમર્શિયલ બિલ્ડિંગો, 34 વીમા કંપનીઓ, 54 ફાયનાન્સ અને ટેક્નિકલ કંપનીઓ અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. જે આપ બિલ્ટ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત કરાયેલા વિડીયોમાં જાણી શકશો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close