ફાસ્ટેગ ટોલ સિસ્ટમને ગુડ બાય ! સરકાર નવા યુગની ટોલ કલેક્શન ટેકનોલોજી ‘GNSS’ અમલમાં મૂકશે.
ભારત દેશમાં હવે ફાસ્ટેગ સિસ્ટમનો અંત આવશે. આવનારા થોડાક જ દિવસોમાં ફાસ્ટેગ સિસ્ટમ બંધ થઈ જશે. તેને બદલે હવે કેન્દ્ર સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ((GNSS) નામની નવી યુગની ટેક્નોલોજી દ્વારા ટોલ વસૂલવામાં આવશે. તેની સાથે જ ટોલ વસૂલવાની ફાસ્ટેગ સિસ્ટમનો અંત આવશે.
અદ્યતન ટોલ કલેક્શન સિસ્ટમ પદ્ધતિની જાહેરાત કરતાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, હાલ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ પરીક્ષણના તબક્કા હેઠળ છે, અને ટૂંક સમયમાં ભારતમાં જૂની ટોલ વસૂલાત પ્રણાલીને સમાપ્ત થશે અને નવી સિસ્ટમનો અમલ કરવામાં આવશે. ત્યારે જાણો કેવી રીતે કામ કરશે ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ અને તેના ફાયદો કેવા હશે.
GNSS કેવી રીતે કરશે કામ
GNSS નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ પર આધારિત કામ કરશે, જે વાહનોમાં સ્થાપિત કરવામાં આવશે. આનાથી સંબંધિત ઓથોરિટી એકવાર ટોલ હાઇવેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે ત્યારે કારને ટ્રેક કરી શકશે. જ્યારે વાહન ટોલ રોડ પરથી બહાર નીકળે છે, ત્યારે સિસ્ટમ ટોલ રોડના વાસ્તવિક વપરાશની ગણતરી કરીને, વાહન ચાલકે જેટલા હાઈવેનો ઉપયોગ કર્યો હશે તેટલી ચોક્કસ રકમ આપોઆપ કાપશે.
FASTag ની તુલનામાં GNSS ના ફાયદાઓ
- GNSS ટોલ કલેક્શન સિસ્ટમ ગ્રાહકોને ટોલ રોડના ઉપયોગ માટે ચોક્કસ રકમ ચૂકવવાની મંજૂરી આપશે.
- ઉપભોક્તા દરેક ટ્રિપ પર યોગ્ય રકમ બચાવી શકશે. તે પરંપરાગત ટોલ બૂથને પણ સમાપ્ત કરશે.
- લાંબી કતારોમાંથી મોટી રાહત આપશે અને ડ્રાઇવરોને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ કરવાની મંજૂરી આપશે.
ક્યારે થશે GNSS ટોલ કલેક્શન સિસ્ટમનો અમલ
સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ કામ રાતોરાત થતું નથી. તે સમય લેશે. જો કે, મોડેલનું પરીક્ષણ બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો – કર્ણાટકમાં બેંગલુરુ-મૈસુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-275) અને હરિયાણામાં પાણીપત-હિસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-709) પર પહેલેથી જ શરૂ થઈ ગયું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ તમામ પડકારો અને ડેટાનું વિશ્લેષણ કરશે અને તેને સંબંધિત મંત્રાલયને મોકલશે. એકવાર ટોચના અધિકારી તરફથી લીલી ઝંડી મળ્યા પછી, નવી ટોલ વસૂલાત સિસ્ટમ તબક્કાવાર શરૂ થશે, જેમાં ભારતના મુખ્ય શહેરોને જોડતા ટોચના હાઈવેને આવરી લેવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.