NEWS
ગિફ્ટ સિટીમાં ગિફ્ટ આઈ ટાવર, અંદાજે 80 કરોડના ખર્ચે પામશે નિર્માણ : ગિફ્ટ સિટી ચેરમેન
ગિફ્ટ સિટી ખાતે યોજાયેલા ઈનફિનિટ ફોરમ 2.0 માં ગિફ્ટ સિટીના ચેરમેન હસમુખ હડિયાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં ગિફ્ટ આઈના નામનું એક ટાવરનું નિર્માણ કરવામાં આવશે. જેના દ્વારા ગિફ્ટ સિટીનું વિહંગાલોકન કરી શકાશે. તે સાથે ગિફ્ટ સિટીની એક ઓફિસ પણ તે ટાવરમાં બનાવવામાં આવશે. આ ટાવરના નિર્માણ અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે. અંદાજે 300 કરોડ રુપિયાનો પ્રોજેક્ટ હશે. જેમાં ટાવરની કિંમત 80 થી 100 કરોડ રહેશે જ્યારે બાકી રકમમાં ટાવરની આસપાસના વિસ્તારને બ્યૂટીફિકેશન સહિત અન્ય કામો માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ અંગેની ટેન્ડર પ્રક્રિયા આગામી સમયમાં કરવામાં આવશે.મુંબઈના એક જાણીતા આર્કિટેક્ટ દ્વારા આ ટાવરની ડીઝાઈન કરવામાં આવશે તેવું ગિફ્ટ સિટીના ચેરમેને જણાવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.