હોમ લોન બની મોંઘી, 20 વર્ષની હોમ લોન ભરવામાં હવે 24 વર્ષ લાગી જશે
Home loans become expensive, it will now take 24 years to repay a 20-year home loan
હોમ લોન લઈને ધીમે ધીમે ઘરનું ઘર વસાવવા માંગતા લોકોને વધતા વ્યાજ દરના કારણે મોટો આંચકો લાગ્યો છે. તેમણે હવેથી હોમ લોન માટે વધારે EMI ભરવો પડશે અથવા તો લોનનો સમયગાળો (Loan tenure) વધી જશે. રિઝર્વ બેન્કે વ્યાજદર વધાર્યા તે અગાઉ જે લોન ભરવામાં 20 વર્ષ લાગતા હતા તેને નવા વ્યાજદરના કારણે ભરવામાં 24 વર્ષ લાગી જશે.
જે લોકોએ બેથી ત્રણ વર્ષ અગાઉ હોમ લોન લીધી હતી તેમણે અસલ સમયગાળા કરતા વધારે સમય સુધી લોન ચુકવવી પડશે, અથવા તો તેમનો માસિક હપતો વધી જશે. છેલ્લા પાંચ મહિનામાં હોમ લોનના દરમાં તીવ્ર વધારો થયો છે અને વ્યાજનો દર 6.5 ટકાથી વધીને 8.25 ટકા થઈ ગયો છે. 2019માં કોઈએ 6.7 ટકાના દરે લોન લીધી હશે તો તેમણે હવે ત્રણ વર્ષ પછી પણ 21 વર્ષ સુધી હપતા ભરવા પડશે. એટલે કે 20 વર્ષની લોન હવેથી 24 વર્ષની થઈ ગઈ છે.
એપ્રિલ મહિનાથી રેપો રેટમાં સતત વધારો (Repo rate hike) ચાલે છે અને તેની સાથે સાથે હોમ લોનના દર પણ વધતા ગયા છે. એપ્રિલ મહિનામાં રેપો રેટ ચાર ટકા હતો અને હોમ લોનના દર 6.7 ટકા ચાલતા હતા. તેથી 20 વર્ષ માટે 10 લાખની લોન લીધી હોય તો તેનો EMI રૂ. 7574 આવતો હતો. મે મહિનામાં રેપો રેટ 4.4 ટકા થયો અને હોમ લોનના દર 7.1 ટકા થયા. તેથી માસિક હપતો (monthly installment) રૂ. 7813 થયો. ઓગસ્ટ મહિનામાં રેપો રેટ 5.4 ટકા હતો અને હોમ લોનનો દર 8.1 ટકા હતો. તેથી 10 લાખની લોન દીઠ EMI 8427 રૂપિયા થયો. સપ્ટેમ્બરમાં રેપો રેટ 5.9 ટકા થયો અને હોમ લોનનો દર વધીને 8.6 ટકા હતો. એટલે કે હવે 10 લાખની લોન પર EMI રૂ. 8741 થયો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા
10 Comments