ConstructionInfrastructureNEWS

ભાવનગર બંદરે નિર્માણ થનાર CNG પોર્ટ ટર્મિનલથી ભાવનગરની કાયા પલટાશે, ફરી વિશ્વના નકશા ઉપર અંકિત થશે

The CNG port terminal to be constructed at Bhavnagar port will change the face of Bhavnagar, put it back on the world map.

ગુજરાત સરકારે ગુજરાતના વૈશ્વિક વિકાસને એક નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સી.એન.જી. ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે યુ.કે.સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદ્મનાભ મફતલાલ ગૃપના સહયોગમાં 1900 કરોડના મૂડીરોકાણથી સી.એન.જી. (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે.

વિશ્વના સૌ પ્રથમ આ સી.એન.જી. ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલીયન મેટ્રિક ટનની હશે. આમ 1900 કરોડના ખર્ચે સ્થપાનારા આ સીએનજી ટર્મિનલથી ભાવનગરની સર્વાંગી વિકાસની કાયાપલટ થશે.

આ સી એન જી ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હાલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક ભાવનગર બંદરનું સંચાલન છે અને વાર્ષિક 3 મીલીઅન મેટ્રીક ટન કાર્ગોનું પરિવહન થાય છે. ભાવનગર બંદરની ઉત્તરની બાજુએ હાલની બંદરિય સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે. જેમાં પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજીંગ, ઉપરાંત બે લોકગેટસ, કિનારા ઉપર સી.એન.જી.ના પરિવહન માટેનું આંતર માળખું સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.

કંપની દ્વારા ભાવનગર બંદરે કાર્ગો વહન માટે રો-રો ટર્મિનલ, લિકવીડ ટર્મિનલ અને કન્ટેનર ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. આ ટર્મિનલ કાર્યાન્વિત થતાં ભાવનગર બંદરની કાર્ગો વહન ક્ષમતા વાર્ષિક 9 મિલીઅન મેટ્રીક ટન થશે. જેમાંથી 6 મિલીઅન આ પ્રોજેકટની હશે.યુ.કે. તેમજ ગુજરાત સ્થિત પદમનાભ મફતલાલ ગુપના બનેલા કોન્સોર્ટિયમ દ્વારા પ્રથમ તબક્કામાં રુ. 1300 કરોડ અને બીજા તબક્કામાં રુ.600 કરોડ મળી સ્વીસ ચેલેન્જ રુટ મારફત કુલ રુ.1900 કરોડનું મૂડી રોકાણ કરશે

સ્વીસ ચેલેન્જની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જી.એમ.બી. અને કંપની વચ્ચે વિગતવાર કન્સેસન એગ્રીમેન્ટ ઉપરાંત ફોરસાઇટ ગૃપ અને પદમનાભ મફતલાલ ગૃપ દ્વારા આટર્મિનલ સ્થાપવા માટે જરુરી પૂર્વ અમલવારીના લક્ષ્યો જેવા કે પ્રી-ફીઝીબીલિટી પ્રોજેકટ રીપોર્ટ, સાઇટ સિલેકશન સ્ટડી, ગેસ સપ્લાય એગ્રીમેન્ટ તેમજ સી.એન.જી. વેસલ ડેવલપમેન્ટ સ્ટડી વગેરે પૂર્ણ કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારની વિદેશી રોકાણની આકર્ષક નીતિના પરિણામ સ્વરુપ આ પ્રોજેકટમાં રુ.500 કરોડનું વિદેશી રોકાણ કરવામાં આવનાર છે.અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના કારણે સમગ્ર એશિયામાં ખ્યાતિ પ્રાપ્ત ભાવનગર હવે સી.એન.જી. ટર્મિનલના આ સૂચિત પ્રોજેકટથી વિશ્વના નકશા ઉપર અંકિત થવા જઇ રહ્યું છે તે ગુજરાત રાજય માટે એક ગૌરવરુપ વિકાસની ઘટના બની રહેશે

ભાવનગરની દરિયાઇ ક્ષેત્રે જાહોજલાલી ફરીથી આવશે
આ પોર્ટ સુધી બ્રોડગેજ રેલ્વે અને નેશનલ હાઇવે જોડાયેલા છે જેથી હાલ વિકસાવવામાં આવી રહેલા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ધોલેરા એસ.આઇ.આર.)ની સાથોસાથ આ ટર્મિનલનો ફાયદો દેશના ઉત્તર અને પશ્ચિમ છેડાઓના માલ પરિવહનને મળશે આમ સમગ્રતયા ટર્મિનલ બંદરિય કાર્ગો પરિવહન માટેનું એક નવું સીમા ચિહ્ન બની રહેશે રાજાશાહી સમયમાં કાર્ગો પરિવહનથી ધમધમતા ભાવનગર બંદરની જાહોજલાલી આ પ્રોજેકટ આવતા પુનરાગમન થશે. અગાઉ આઝાદી પહેલા ભાવનગર બંદર રાજ્ય અને રાષ્ટ્રમાં પ્રથમ હરોળનું બંદર ગણાતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close