ચાણસ્મા ખાતે મેડીકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ઓર્થોપેડિક વિભાગનો શુભારંભ થયો
Orthopedic Department inaugurated by Medical and Social Development Trust at Chansma
ચાણસ્મા ખાતે મેડીકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત કે.બી. જનરલ હોસ્પિટલ અને એસ.કે. પટેલ પ્રસૂતિગૃહ ખાતે પટેલ મણિલાલ જીવણદાસ ઓર્થોપેડિક વિભાગનો શુભારંભ થયો છે.
દાતા વસંતભાઈ એ. પટેલ તરફથી ઓર્થોપેડિક વિભાગ શરૂ કરવા માટે રૂ. 31,25,000 નું માતબર દાન મળેલું છે. ઉપરાંત એક વર્ષ માટે દ૨ મહિને એક લાખ રૂપિયા નિભાવ ખર્ચ પણ તેમના તરફથી અપાશે. ઓર્થોપેડિક વિભાગનું ઉદ્ઘાટન રૂપપુરના વતની અને દેશભરની જાણીતી કંસ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલના હસ્તે, દાતા વસંતભાઈ પટેલ, અતિથિ વિશેષ યોગેશભાઈ પટેલ, રામજી મંદિરના મહંત મારુતિશરણદાસજી, રૂપપુરના વતની લેખક મણિભાઇ પટેલ તેમજ હૉસ્પિટલના હોદેદારો હાજર રહ્યા હતા.
ચાણસ્મા ખાતે ઓર્થોપેડિક વિભાગ શરૂ થતાં વિસ્તારના લોકોને હવે હાડકાંની કોઈપણ તકલીફની રાહતદરે સારવાર મળી રહેશે. ડૉ. હાર્દિક પટેલ (ડી. ઓર્થો)ની સેવા ઉપલબ્ધ થઈ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments