GovernmentInfrastructureNEWSPROJECTS

નવરાત્રિ પહેલાં અમદાવાદના SG હાઈવે પર 2 કિમીનો રસ્તો ખુલ્લો મૂકાયો

અમદાવાદ: Built India Media: અમદાવાદના વ્યસ્ત એસજી હાઈવે પર YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો આશરે 2 કિમી લાંબો રસ્તો વાહનચાલકો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઓવરબ્રિજની કામગીરીને કારણે લાંબા સમયથી બંધ રહેલા આ માર્ગથી નવરાત્રિ દરમિયાન વાહનચાલકોને રાહત મળશે.

ઓવરબ્રિજનું બાકી કામ પૂર્ણ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. ક્રેશ બેરિયર, સાઇનબોર્ડ અને રોડ માર્કિંગની કામગીરી ચાલી રહી હોવા છતાં, વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

અગાઉ વાહનચાલકોએ ડાયવર્ઝન અને સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડતો હતો, જેના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ થતો હતો. હવે એસપી રિંગ રોડ, બોપલ, સાણંદ અને પ્રહલાદનગર તરફ જતા વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહેશે.

નવરાત્રિ દરમિયાન એસજી હાઈવે પર ગરબા સ્થળો, હોટેલ્સ અને ક્લબોમાં લોકોની અવરજવર વધતી હોવાથી આ માર્ગ ખુલ્લો થવાથી ટ્રાફિક વ્યવસ્થાપનમાં પણ મદદ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ

Show More

Related Articles

Back to top button
Close