NEWS

9 વર્ષથી બંધ 7 ફ્રેન્ચ વેલ ફરી ઉપયોગમાં લેવાની AMCની તૈયારી

અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના ભવિષ્યના પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 9 વર્ષથી બંધ પડેલા 7 ફ્રેન્ચ વેલને ફરી ઉપયોગમાં લેવાની યોજના બનાવી રહ્યું છે. આ વેલ પુનઃજીવિત થાય તો શહેરના પાણી સંસાધનમાં 170 MLDનો વધારો થઈ શકે છે.

સાબરમતીમાં ગટરના પાણીનો પ્રવાહ ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. AMC હવે હાલના વેલનું સમારકામ શક્ય છે કે નવા વેલ બનાવવા પડશે તે નક્કી કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ વેલ ઈન્દિરા બ્રિજ, કેશવનગર, મોટેરા, સાબરમતી અને વાડજ વિસ્તારમાં આવેલા છે. હાલમાં નર્મદા કેનાલ અને નવી ગ્રેવિટી લાઈનથી પૂરતું કાચું પાણી મળતું હોવાથી તાત્કાલિક જરૂરિયાત નથી, પરંતુ શહેરની પાણીની માંગ વધતા આ વેલ મહત્વપૂર્ણ બની શકે છે.

2017ની પૂર બાદ સાબરમતીના પાણીની ગુણવત્તા અંગે સમસ્યા ઊભી થઈ હતી. ત્યારબાદ ગટરનું પાણી નદીમાં જતું હોવાને કારણે સાતેય ફ્રેન્ચ વેલ બંધ કરાયા હતા. હવે કોટરપુરમાં ₹103 કરોડના ખર્ચે 60 MLDનું STP, બાયો-રિમેડિએશન અને ગટર પ્રવાહ બંધ કરવાની કામગીરી બાદ વેલ પુનઃજીવિત કરવાની શક્યતા તપાસાઈ રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close