GovernmentHousingInfrastructureNEWS

આવતીકાલેથી TRI CITY PROPERTY FEST-2025નો થશે પ્રારંભ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન

પાટનગર ગાંધીનગરમાં ક્રેડાઈ ગાંધીનગર દ્વારા આવતીકાલ એટલે કે, 10 જાન્યુઆરીના રોજથી ગાંધીનગરના મહત્વનો સૌથી મોટો રોડ પીડીપીયુ રોડ પર આવેલા પીડીપીયુ મેટ્રો સર્કલ પર ત્રિદિવસીય ટ્રાય સિટી પ્રોપર્ટી શો શરુ થઈ રહ્યો છે. જેનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે થશે. તે દરમિયાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ક્રેડાઈના મેમ્બર્સ મોટીસંખ્યામાં હાજર રહેશે.

નોંધનીય છે કે, ત્રણ દિવસ ચાલનાર ક્રેડાઈ ગાંધીનગરના ટ્રાઈ સિટી પ્રોપર્ટી શોમાં અંદાજે 40-50 રિયલ એસ્ટેટ ડેવલપર્સના 200થી વધારે વિવિધ પ્રોજેક્ટસ્ ડિસ્પ્લે થશે. જેમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ, પ્લોટિંગનો સમાવેશ થાય છે. ટ્રાઈ સિટી પ્રોપર્ટી શોમાં 25 હજારથી વધારે ફૂટફોલ રહેશે. કારણ કે, ગાંધીનગરમાં યોજાનાર ટ્રાઈ સિટી પ્રોપર્ટીમાં અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી આ ત્રણેય સિટીનો સંગમ થાય છે. પરિણામે, મોટીસંખ્યામાં મકાન ખરીદનાર અને વિઝિટર્સની ભીડ રહેશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close