HousingInfrastructureNEWS

યુપીમાં 2 જ દિવસમાં બે દુર્ઘટનામાં 13 લોકોનાં મોત, લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત, મકાન ધરાશાયી થતાં 5નાં મોત  

ઉત્તરપ્રદેશમાં 2 દિવસમાં બે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં કુલ 13 લોકોનાં  મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઇડામાં લિફ્ટ તૂટતાં પહેલા 4 મજૂરોના મોત થયા બાદમાં આજે શનિવારે વધુ 4 વ્યક્તિના સારવાર દરમિયાન મોત થયા હતા. તો બીજી તરફ આજે લખનઉના આલમબાગમાં જૂની રેલવે કોલોનીમાં એક મકાન ધરાશાય થતાં એક જ પરિવારના પ લોકોનાં મોત થયા છે.

લિફ્ટ તૂટી પડતાં મજૂરોનાં મોત 
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વેસ્ટમાં શુક્રવારે એક નિર્માણાધીન રહેણાંક સોસાયટીની લિફ્ટ તૂટી પડતાં આઠ મજૂરોનાં મોત થયાં છે. આ ઘટનામાં શુક્રવારે ચાર લોકોના મોત થયા હતા. શનિવારે વધુ ચાર મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close