GovernmentInfrastructureNEWSPROJECTS

ઉત્તર ગુજરાતનું ધરોઈ એડવેન્ચર ફેસ્ટ દેશ-દુનિયા માટે બનશે, ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન

ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળ ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યું હતું.

ધરોઈ ડેમ ખાતે યોજાયેલો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ દેશનો સૌથી લાંબો અને રાજ્યનો પ્રથમ છે. 45 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં પ્રવાસીઓ પેરાસેઈલિંગ, હોટ એર બલૂન, રોક ક્લાઈમ્બિંગ, ટ્રેકિંગ સહિતની વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝ માણી શકશે. તેમજ સ્ટાર ગેઝિંગ, નેચર વોક જેવી પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકશે. પ્રવાસીઓને રહેવા માટે અહીં ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ અને પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસાવી રહી છે. જેના ભાગરૂપે, આજે ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, ધરોઈને એક ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. સાથે જ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા એક સમગ્ર ટુરિઝમ સર્કિટ વિકસાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

ધરોઈ એડવેન્ચરનું નિર્માણ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, આ સમગ્ર પ્રોજેક્ટ કુલ તબક્કામાં વિભાજિત છે, જેમાં હાલ પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે હજુ અન્ય બે તબક્કા બાકી છે. જે આવનારા દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close