ConstructionGovernmentInfrastructureNEWSPROJECTS

નર્મદા જિલ્લાના એકતા નગર માં ₹900 કરોડના ખર્ચે ગુજરાત વંદના મ્યુઝિયમ બનશે.

એકતા નગર: Built India Media: ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા એકતા નગરમાં ₹900 કરોડના ખર્ચે અત્યાધુનિક ગુજરાત વંદના મ્યુઝિયમ વિકસાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં સાત વિશેષ ગેલેરીઓ તૈયાર કરવામાં આવશે, જે મુલાકાતીઓને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિની અનોખી ઝાંખી કરાવશે.

મ્યુઝિયમમાં ઓરિએન્ટેશન ગેલેરી, ઓડિટોરિયમ, ગૌરવ ગેલેરી, બાઉન્ટીફુલ ગેલેરી, ઉત્સવ ગેલેરી, શિલ્પ ગેલેરી અને ગુજરાતનું ભવિષ્ય ગેલેરીનો સમાવેશ થશે. આ ગેલેરીઓમાં ગુજરાતની શૌર્યગાથાઓ, સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન, મહાગુજારાત ચળવળ અને રાજ્યની આગવી ઓળખને રજૂ કરવામાં આવશે.

મ્યુઝિયમની વિશેષતા તરીકે હોલોગ્રાફિક પ્રસ્તુતિઓ, અત્યાધુનિક ઉપકરણો, મોબાઇલ એપ્લિકેશન અને સ્માર્ટફોન સાથે જોડાયેલા ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શનનો ઉપયોગ થશે. આ ઉપરાંત ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ટેક્નોલોજી દ્વારા મુલાકાતીઓ ગુજરાતના ઐતિહાસિક વારસાનો જીવંત અનુભવ કરી શકશે.

પ્રવાસીઓની સુવિધા માટે એરકન્ડિશન્ડ કાફેટેરિયા, ખુલ્લી જગ્યાઓ, બેઠક વ્યવસ્થા અને ક્લોકરૂમ જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ગુજરાતના ઇતિહાસ પ્રત્યે ગૌરવની ભાવના વધારવાની સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યની સંસ્કૃતિ અને વારસાથી પરિચિત કરાવવાનો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા | સૌજન્ય: દેશગુજરાત

Show More

Related Articles

Back to top button
Close