રિયાલ્ટીમાં વધતી કિંમતો, ઊંચા વ્યાજ છતાં મકાનોની માગ 10% વધશે
Rising realty prices, despite high interest rates, will increase house demand by 10%
મોંઘવારી અને વ્યાજ બંનેમાં વધારો થયો હોવા છતાં દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળશે. હાઈ બેઝ ઈફેક્ટ હોવા છતાં દેશમાં મકાનોની માંગ ચાલુ નાણાકીય વર્ષમાં 5 થી 10% વધવાની ધારણા છે. ગત નાણાકીય વર્ષમાં લો બેઝ ઈફેક્ટના કારણે હાઉસિંગની માંગમાં 33-38%નો વધારો થયો હતો. એક વર્ષ અગાઉ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોવિડ અને લોકડાઉનને કારણે દેશમાં મકાનોની માંગ 20-25% ઘટી હતી.
રેટિંગ અને રિસર્ચ એજન્સી ક્રિસિલના રિપોર્ટ અનુસાર મહામારી દરમિયાન હાઉસિંગ સેક્ટરની સ્થિતિમાં સુધારો થયો છે. ટોચના 6 શહેરો-મુંબઈ મેટ્રોપોલિટન (એમએમઆર), દિલ્હી-એનસીઆર, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદમાં મકાનોની માંગમાં વધારો થવાને કારણે ઈન્વેન્ટરીનું સ્તર ઘટીને 2-4 વર્ષમાં આવી ગયું છે.
મહામારી પહેલા તે ત્રણથી સાડા પાંચ વર્ષની ઊંચી સપાટીએ હતું. આ સ્થિતિમાં હાઉસિંગ સેક્ટર હાલ કમ્ફર્ટ ઝોનમાં છે. તાજેતરમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22માં રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર દેવાનો બોજ ઓછો થયો છે અને તેમની ક્રેડિટ પ્રોફાઇલ મજબૂત થઈ છે. આ મજબૂતાઇ મધ્યમ ગાળામાં (3-5 વર્ષ) પોઝિટીવ રહેવાની શક્યતા છે.
મોંઘવારીના કારણે બાંધકામ ખર્ચ વધ્યો
દેશમાં વધી રહેલી મોંઘવારીની અસર હાઉસિંગ સેક્ટર પર પણ દેખાઈ રહી છે. 2016 અને 2021 ની વચ્ચે હોમ એફોર્ડેબિલિટીમાં 20%નો વધારો થયો હતો,પરંતુ નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ભાગથી તે ઘટવાનું શરૂ થયું હતું. રો મટિરિયલ્સના ભાવો રેકોર્ડ સપાટીએ નોંધાતા બાંધકામ ખર્ચ વધ્યો છે. વ્યાજ દરોમાં વધારો, કેટલાક શહેરોમાં સ્ટેમ્પ ડ્યુટી મુક્તિની મર્યાદા પૂર્ણ થતાં તેમજ હાઈ બેઝ ઈફેક્ટના કારણે મકાનોના ભાવ વધ્યા છે.
મકાનોની કિંમત 10 ટકા સુધી વધી શકે
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ટોપ-6 શહેરોમાં હાઉસિંગના ભાવમાં 6-10% વધારો થવાની અપેક્ષા છે. સ્ટીલ-સિમેન્ટ જેવી બાંધકામ સામગ્રીની કિંમતો વધશે અને માંગ પુરવઠા કરતાં વધી જશે. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક બિલ્ડરોએ ક્વાર્ટર દીઠ 2% ભાવ વધારવાનું શરૂ કર્યું છે અને આ વલણ આગામી બે નાણાકીય વર્ષ સુધી ચાલુ રહી શકે છે. > અનિકેત દાની, ડિરેક્ટર, ક્રિસિલ રિસર્ચ
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
10 Comments